કરીનાએ હવે ધીરે ધીરે ટિપિકલ બોલિવૂડ મસાલા ફિલ્મની સાથે થોડા પેરેલલ સિનેમા પ્રકારના ગંભીર રોલ કરવાનું પણ શરૂ કર્યું છે. થોડા વખત પહેલાં તેની ‘જાને જાન’ આવેલી. હવે કરીના કપૂરની વધુ એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. તે અજય દેવગન સાથે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઈન’ કરી રહી છે, તે ઉપરાંત હંસલ મહેતાની ફિલ્મ ‘બકિંગહામ મર્ડર્સ’ની પણ આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. ૧ જુલાઈના રોજ કરીના કપૂર ખાન અને બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા ‘બકિંગહામ મર્ડર્સ’ના પોસ્ટર જાહેર કરીને કરીનાના લૂક સાથે તેની ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ પોસ્ટરમાં કરીના ખુબ ચેલેન્જિંગ રોલમાં જાેવા મળે છે. તેની આ ફિલ્મ ૧૩ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. પોસ્ટર શેર કરતી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું,“હંસલ મહેતા દ્વારા ડિરેક્ટ થયેલી અને જેમાં કરીના કપૂર સ્ટાર છે એવી ‘બકિંગહામ મર્ડર્સ’૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ થિએટરમાં રિલીઝ થશે તે જાહેર કરતાં અમે ખુબ ઉત્સુક છીએ.” આ એક ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મ છે, જેમાં હિડન એજન્ડા અને સંબંધો સાથેની એક જકડી રાખે તેવી મર્ડર મિસ્ટરી જાેવા મળશે. આ ફિલ્મમાં કરીના સિવાય એશ ટંડન, રણવીર બ્રાર અને કિથ એલન વિવિધ ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કડ દ્વારા લખવામાં આવી છે અને કરીના કપૂર અને બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.