એક્સ બોયફ્રેન્ડ“શાહિદ”ના નામ પર કરીના કપૂરના હોશ ઉડ્યા !

કરીનાની સામે ‘શાહિદ’નો ઉલ્લેખ થતાં જ અભિનેત્રી ચોંકી ગઈ હતી. નામ આવતાની સાથે જ તે તેના ચહેરાના હાવભાવ છુપાવી શકી નહીં. પરંતુ, તમે વિચારતા પહેલા કે અહીં કરીનાના એક્સ બોયફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કરીના કપૂર ખાન બોલિવૂડની સૌથી સુંદર, લોકપ્રિય અને સફળ અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં, કરીના તેની આગામી ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ માટે હેડલાઇન્સમાં છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. હવે કરીના આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે જે ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેમાં તે પોલીસ ઓફિસરની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મમાં કરીના માત્ર લીડ રોલ જ નથી કરી રહી પરંતુ તે તેની પ્રોડ્યુસર પણ છે. આ દરમિયાન બેબોનો એક વીડિયો હેડલાઈન્સમાં છે, જેમાં તે ‘શાહિદ’નો ઉલ્લેખ થતા જ તેના રિએક્શન બદલાઈ જાય છે. કરીનાની સામે ‘શાહિદ’નો ઉલ્લેખ થતાં જ અભિનેત્રી ચોંકી ગઈ હતી. નામ આવતાની સાથે જ તે તેના ચહેરાના હાવભાવ છુપાવી શકી નહીં. પરંતુ, તમે વિચારતા પહેલા કે અહીં કરીનાના એક્સ બોયળેન્ડ અને બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,પણ નહીં ખરેખરમાં કરીના કપૂર અને હંસલ મહેતાને ફિલ્મ ‘શાહિદ’ વિશે પૂછવામાં આવ્યું હતું. વાસ્તવમાં, કરીનાએ ધ બકિંગહામ મર્ડર્સના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. હંસલ મહેતા સાથે બેબોનો આ પહેલો પ્રોજેક્ટ છે. નેશનલ લોન્ચ ઈવેન્ટ દરમિયાન કોઈએ હંસલ મહેતાની ‘શાહિદ’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું- ‘અમે તમારો ટ્રેક રેકોર્ડ જાેયો છે, તમે શાહિદ જેવી ફિલ્મ બનાવી છે જે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ છે. આ મર્ડર મિસ્ટ્રી (ધ બકિંગહામ મર્ડર્સ)માં પણ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો સામેલ છે. તેથી જ મેં શાહિદનો ઉલ્લેખ કર્યો. તો સ્ક્રિપ્ટ અને દિગ્દર્શકના સ્તરે આ બંને માટે કેટલું મુશ્કેલ હતું? આ દરમિયાન કરીના પહોળી આંખો સાથે પ્રતિક્રિયા આપતી જાેવા મળી હતી. પત્રકારનો પ્રશ્ન અને કરીનાની અભિવ્યક્તિ જાેઈને આખા ઓડિટોરિયમમાં હાસ્ય અને તાળીઓનો અવાજ ગુંજવા લાગે છે. જ્યારે હંસલે આનો જવાબ આપવાનું શરૂ કર્યું તો કરીના તેની વાત સાંભળવા લાગી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution