મુંબઇ
કરીના કપૂર બોલિવુડના સૌથી સમર્પિત કલાકારોમાંથી એક છે, જે તેના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે. પહેલી અને બીજી પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવાથી લઈને દિવસમાં મલ્ટિપલ ઈવેન્ટ્સમાં હાજરી આપવા સુધી, એક્ટ્રેસ વર્કોહોલિક છે તેમ કહેવું વધારે ઉચિત રહેશે
.
કરીના કપૂર આજે ફરીથી શૂટિંગ કરવા માટે ઘર બહાર નીકળી હતી અને તે ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પિંક અને વ્હાઈટ સ્ટ્રાઈપ્ડ શર્ટ ડ્રેસમાં 'બોલિવુડની બેગમ' ખૂબ જ સુંદર લાગતી હતી. મુંબઈમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે ત્યારે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સફેદ માસ્ક પહેર્યું હતું.
એક્ટ્રેસે હાલમાં જ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે હોળીની ઉજવણી કરી હતી. જેમાં, નણંદ સોહા અલી ખાન, નણંદોઈ કુણાલ ખેમૂ અને તેમની દીકરી ઈનાયા પણ જોડાયા હતા. તેમણે કરીના અને સૈફે હાલમાં જ ખરીદેલા નવા ઘરમાં હોળીની મનાવી હતી.