કરણ મેહરાની મુશ્કેલીઓ વધી, પત્ની નિશા રાવલે હવે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો કેસ

મુંબઇ

ટીવી અભિનેત્રી નિશા રાવલ અને કરણ મેહરા ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રિય કપલ્સમાંથી એક રહ્યાં છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સુંદર તસવીરો અને વીડિયો દ્વારા ચાહકો સાથે સંકળાયેલા હતા. બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો પહેલા નિશાએ તેના પતિ કરણ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને બધાને આશ્ચર્યચંકિત કર્યા હતા. હવે આ મામલે કરણ મેહરાની મુશક્લીઓ વધતી જોવા મળી રહી છે. નિશા રાવલે કરણ સામે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો.

નિશાએ ગઈકાલે કરણ મેહરા સામે આ કેસ કર્યો હતો. આ પહેલા પણ 31 મેના રોજ નિશા રાવલે કરણ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો અને કપાળ પર થયેલી ઈજા માટે તેને જવાબદાર બતાવ્યો હતો. જે બાદ બધાને આશ્ચર્ય થયું.

આ દરમિયાન કરણ મેહરાની પત્ની અને અભિનેત્રી નિશાએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે કે જેમાં કરણે તેની ઈચ્છા વિરુદ્ધ અત્યાચાર કર્યા હોવાના આરોપ લગાવ્યા છે. નિશાએ કરણના પરિવારના સભ્યો અજય મેહરા, બેલા મેહરા અને કુણાલ મહેરા ઉપર પણ હુમલો અને ઇરાદાપૂર્વક પજવણી કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, અભિનેત્રીએ કરણ પર તેના બેંક ખાતામાંથી 1 કરોડ રૂપિયાથી વધુ ઉપાડવાનો આરોપ મુક્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution