કંગના રણૌતની ફિલ્મ 'થલાઈવી'  એપ્રિલની આ તારીખે રિલીઝ થશે

મુંબઈ-

બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત તેની બહુચર્ચિત ફિલ્મ થલાઈવી સાથે આવી રહી છે. આગામી 23મી એપ્રિલે સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બનીને તૈયાર છે. નિર્માતાઓએ આ અંગેની જાહેરાત કરી છે. જયલલિતાની 73મી જયંતીના અવસરે આ જાહેરાત કરવામાં આવી છે. જયલલિતાના જીવન ઉપર આ ફિલ્મ આધારિત છે. કંગના આ ફિલ્મમાં મુખ્ય પાત્ર એટલે કે જયલલિતાના પાત્રમાં જોવા મળશે. કંગના રણૌતે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હુતં કે, 'જયા અમ્મા કી જયંતી પર' એટલે કે 23મી એપ્રિલ 2021ના દિવસે સિનેમાઘરોમાં એક લિજેન્ડની વાર્તાના સાક્ષી બનો. આ સાથે જ કંગનાએ હેશટેગ થલાઈવી, થલાઈવી હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન એ. એલ. વિજય કરી રહ્યા છે. આમાં અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ, મધુ અને ભાગ્યશ્રી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જયલલિતાનો ફિલ્મોમાં ઉદયથી લઈને એક શક્તિશાલી નેતા બનવા સુધીનું જીવન દર્શાવવામાં આવ્યું છે. કંગનાએ પહેલા દિવસે ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, હેશટેગ થલાઈવીની 73મી જયંતી પર આજે સાંજે 6.35 વાગ્યે મહત્ત્વપૂર્ણ જાહેરાત થશે. તૈયાર રહો. આ ભૂમિકા માટે કંગનાને કથિત રીતે 20 કિલો વજન વધારવું પડ્યું હતું અને બોડી ટ્રાન્સફોર્મેશનથી પણ પસાર થવું પડ્યું હતું.

કંગના થલાઈવી ઉપરાંત અત્યારે ધાકડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે એક સિક્રેટ સર્વિસ એજન્ટના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત કંગના તેજસ અને મણિકર્ણિકા રિટર્ન્સમાં જોવા મળશે. ધાકડ ફિલ્મમાં અર્જુન રામપાલ નેગેટિવ રોલમાં જોવા મળશે. જ્યારે દિવ્યા દત્તા પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. બંનેનો લુક પણ સામે આવી ચૂક્યો છે. આ ફિલ્મ 1 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ ઉપરાંત કંગના તેજસમાં પણ કામ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution