દિલ્હી-
કંગના રનૌતે ફરીથી શિવસેના પર નિશાન સાધતા, ટ્વીટ કરીને લખ્યુ કે, 'મારી સાથે સામેથી લડવાની હિંમત નથી, મારા દુશ્મનોમાં !'
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે શરૂ થયેલી, આ જુબાની જંગ હવે વ્યાપક રૂપ ધારણ કરી ચૂકી છે. બુધવારે બીએમસી દ્વારા અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડી પાડ્યા બાદ, બોલીવુડની રાણી અને શિવસેના વચ્ચેના વિવાદ ઘણો ખેચાયો છે, અને હવે આ મામલો વધુ વધી વણસી રહ્યો છે. એક તરફ, હવે આ મામલો કોર્ટમાં છે, જ્યાં બીએમસી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના વિરોધમાં કંગના એક પછી એક સતત ટ્વીટ કરી રહી છે.
સંજય રાઉતથી શરૂ થયેલી કંગનાની ચર્ચા, હવે ઉદ્ધવ ઠાકરે અને આખા શિવસેના સુધી પહોંચી ગઈ છે. ગુરુવારે, મહારાષ્ટ્ર સરકારને ખુલ્લેઆમ પડકાર ફેંક્યા બાદ, તેણે ટ્વિટર પર કેટલીક પોસ્ટ્સ શેર કરવા સાથે ટ્વિટર પણ કર્યા હતા. કંગનાએ શિવસેનાની નિંદા કરીને ટિ્વટ કર્યું હતુ કે, "શ્રી બાલા સાહેબ ઠાકરેએ, જે વિચારધારા પર શિવસેનાની રચના કરી હતી, તે આજે સત્તા માટે સમાન વિચારધારા વેચીને, શિવસેનામાંથી સોનિયા સેના બન્યા છે. જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડી નાખ્યુ, તેમને નાગરિક સંસ્થા ન કહો, સંવિધાનનુ આવુ અપમાન ન કરો.'
છેલ્લા કેટલાક દિવસોથી કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલ આ જુબાની યુદ્ધમાં, શિવસેનાએ કંગનાને મુંબઈ ન આવવાની સલાહ આપી હતી. જેના જવાબમાં કંગનાએ પડકાર આપ્યો હતો કે, તે મુંબઈ આવી રહી છે. પરંતુ કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ તેની મુંબઈની ઓફિસને બીએમસી દ્વારા તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ આ મામલે રાજકીય અને વ્યાપક રૂપ ધારણ કર્યું હતુ.