ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કંગનાએ જણાવ્યું કે, મુંબઈ પોલીસે મને પૂછપરછ માટે સમન આપ્યું જ છે. મેં મુંબઈ પોલીસને જણાવ્યું કે તે મનાલી છે, જો પોલીસ તેનું સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં કોઈને મોકલી શકે. પણ પછી મને કોઈ જવાબ મળ્યો નથી. કંગનાએ તેના સ્ટેટમેન્ટ બાબતે કહ્યું કે, જો મેં કહેલી એકપણ વાત હું સાબિત ન કરી શકું, સાચી ન પાડી શકું અને જે પબ્લિક ડોમેનમાં ન હોય, તો હું મારો પદ્મ શ્રી પરત કરી દઈશ. હું આ ડિઝર્વ નથી કરતી.
સુશાંત સિંહના મૃત્યુને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે. મુંબઈ પોલીસે અત્યારસુધીમાં આ કેસમાં અંદાજે 35 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. કંગના રનૌતે સુશાંતના મૃત્યુને આત્મહત્યા નહીં મર્ડર ગણાવ્યું હતું.પોલીસ આ કેસમાં અંગત વેર સહિતના બધા એન્ગલને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. લોકો CBI તપાસની માગ કરી રહ્યા છે.
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હાથ જોડીને CBI તપાસની વિનંતી કરી છે. તેણે વીડિયો શેર કરી બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને ગ્રુપીઝમ પર પ્રહાર કર્યો હતો. હવે કંગનાએ એવું કહ્યું છે કે, મને પોલીસે પૂછપરછ માટે સમન મોકલ્યું છે.