મુંબઇ
અભિનેત્રી કંગના રનોટેએ સેશન્સ કોર્ટમાં તેમની સામે ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને પડકાર્યો છે. જાણીતા લેખક જાવેદ અખ્તર દ્વારા કંગના સામે માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના સામે 1 માર્ચે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. જેમાં ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે કંગનાની અરજી પર 15મી માર્ચે સેશન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
આ કેસમાં જાવેદ અખ્તર માનહાનિના કેસમાં કંગના રનોટ વિરુદ્ધ મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. કંગનાને પોલીસ મથકે વારંવાર બોલાવ્યા બાદ કંગના હાજર ન થતાં આ વોરંટ ઈસ્યુ કરાયું હતું. તેની બાદ કંગનાએ આ કેસને મુંબઈથી હિમાચલમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની સાથે એમ પણ કહ્યું કે જો આ કેસની સુનાવણી મુંબઈમાં કરવામાં આવે તો તેમને જીવનું જોખમ છે. કંગનાએ આ કેસ હિમાચલમાં ટ્રાન્સફર કરવાની માંગ કર્યા બાદ જાવેદ અખ્તરે કેવીયટ દાખલ કરી હતી. આ કેવીયટમાં તેમણે કહ્યું કે આ કેસમાં તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે.
અભિનેત્રીના ચાહકોએ તેને ધાકડ કહેવામાં આવે છે. કારણ કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો ઘેરી રહી છે. પરંતુ અમુક સમયે કંગના તેની મર્યાદાને ઓળંગે છે. જોકે કંગનાની વાતો ઘણીવાર વિચિત્ર લાગે છે. પરંતુ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી તેમણે બોલીવુડ સ્ટાર્સને ઘેરવાનું શરૂ કરી દીધું છે જે હજી ચાલુ છે. કંગનાએ તેના શબ્દોથી ઘણા ફિલ્મી સ્ટાર્સનું અપમાન કર્યું હતું. તેમાંથી એક જાવેદ અખ્તરનું નામ પણ હતું.