નેટફ્લિક્સની વેબ સિરીઝ 'ૈંઝ્ર ૮૧૪ કંદહાર હાઇજેક'ના કન્ટેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં બે હાઇજેકર્સને હિન્દુ નામ આપવામાં આવ્યા છે, જેના પર વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ પર કેન્દ્ર સરકારે નેટફ્લિક્સ ઈન્ડિયાને નોટિસ જારી કરીને તેનો જવાબ માગ્યો હતો. સામે નેટફ્લિક્સ ઈન્ડિયાએ કેન્દ્રને ખાતરી આપી છે કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પરનું દરેક કન્ટેન્ટ 'દેશની લાગણીઓ' અનુસાર હશે. ઓટીટી જાયન્ટનું આશ્વાસન તેની વેબ સિરીઝ 'ૈંઝ્ર ૮૧૪ કંદહાર હાઇજેક' સંબંધિત વિવાદ પછી આવ્યું હતું.
વેબ સિરીઝ 'ૈંઝ્ર ૮૧૪ કંદહાર હાઇજેક' ૧૯૯૯માં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન દ્વારા ભારતીય એરલાઇન્સની ફ્લાઇટના હાઇજેકની કહાની છે. કેન્દ્ર સરકાર અને સ્ટ્રીમિંગ દિગ્ગજ નેટફ્લિક્સ વચ્ચે વેબ સિરીઝના કન્ટેન્ટને લઈને એક કલાક લાંબી બેઠક યોજાઈ હતી. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ વેબ સિરીઝ ૨૯ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બે હાઈજૅકર (આતંકવાદી)નું નામ 'ભોલા' અને 'શંકર' રાખવામાં આવ્યું છે, તેમના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અલબત્ત, આને ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ તરીકે ગણવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારાઓ દલીલ કરે છે કે તે આતંકવાદીઓની વાસ્તવિક ઓળખને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, જેનાથી હિંદુ ભાવનાઓને ઠેંસ પહોંચી છે.
ટવીટર પર ઈંમ્ર્અર્ષ્ઠંંદ્ગીંકઙ્મૈટ અને ઈંમ્ર્ઙ્મઙ્મઅર્ુર્ઙ્ઘ જેવા હેશટેગ્સ પુરા જાેશથી ટ્રેન્ડ થવા લાગ્યા છે! યૂઝર્સે ફિલ્મ નિર્માતાઓ પર ઇતિહાસને તોડીમરોડીને દેખાડવાનો આક્ષેપ મૂક્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ખરેખર એ વખતે હાઇજેકર્સ દ્વારા આચરવામાં આવેલા આતંકને વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યો જ નથી. નિર્માતાઓનું આતંકીઓ સામે આવો લાગણીનો હેતુ શું છે?
જેને લઈને બબાલ છે એ આખી કહાની કંઈક આવી છે ઃ કંદહાર હાઇજેકિંગની ઘટનાઓ દરમિયાન તત્કાલીન સરકારે ૬ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં પાંચ અપહરણકર્તાઓના નામ નીચે મુજબ દર્શાવવામાં આવ્યા હતા.
૧. ઇબ્રાહિમ અથર
૨. શાહિદ અખ્તર સઈદ
૩. સન્ની અહેમદ કાઝી
૪. મિકેનિક ઝહૂર ઈબ્રાહીમ
૫. શાકિર
જાે કે, નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ મુસાફરોની સામે વાત કરવા માટે 'ઉપનામ' અથવા 'કોડનેમ' રાખ્યા હતા. અપહરણકર્તાઓ એકબીજાને ઉપનામથી બોલાવતા હતા. ઉલ્લેખનીય છે કે વેબ સિરીઝમાં પણ હાઇજેકર્સ આ નામથી એકબીજા સાથે વાત કરે છે.
આ નામો છે -
૧. ચીફ
૨. ડોક્ટર
૩. બર્ગર
૪. ભોલા
૫. શંકર
શ્રેણીના પાંચમાં એપિસોડમાં ૩૪ મિનિટ ૨૪ સેકન્ડ પછી હાઇજેકરનું સાચું નામ જણાવવામાં આવે છે. મુખ્ય વાટાઘાટ કરનારા અધિકારની ભૂમિકામાં મનોજ પાહવા (મુકુલ મોહન) આતંકવાદીઓ સાથે વાત કરી રહ્યાં છે. વાતચીત ઉગ્ર થઈ જાય છે. આતંકી સમજવા તૈયાર નથી. આ દરમિયાન પાહવા અચાનક ચીફ (હાઇજેકર)ને તેના સાચા નામથી બોલાવે છે - "ઇબ્રાહિમ મિયાં, ચીફ જી, ઇબ્રાહિમ મિયાં." સાચું નામ સાંભળીને હાઇજેકરના ચહેરા પર હતાશા દેખાઈ આવે છે અને તે ગુસ્સામાં મુક્કો મારે છે.
આવી જ રીતે પ્રથમ એપિસોડના ૪ઃ૧૨ મિનિટે ત્રણ આતંકવાદીઓ વચ્ચેની વાતચીત બતાવવામાં આવી છે. ભારતીય દૂતાવાસના અધિકારી રામચંદ્ર યાદવ ચુપચાપ કેટલાક લોકોના રૂમમાં માઇક્રોફોન લગાવે છે. એ લોકો પાકિસ્તાનના હતા અને રામને તેમના પર શંકા હતી. તેમની વચ્ચે રેકોર્ડ થયેલી વાતચીતમાં એક આતંકવાદી તેના સાથીનું સાચું નામ લે છે, જેમાં અમજદ મિયાં નામની વ્યક્તિ કોડ નેમ ચીફ અને ડોક્ટર સાથે વાત કરી રહી છે. અહીં પણ અમજદના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાે કે, તે પ્લેનમાં હાજર અપહરણકારોમાંથી એક ન હતો, પરંતુ સમગ્ર સિરીઝમાં તેની ઘણી વખત ચર્ચા થાય છે. એટલે કે આ સમગ્ર ઘટના પાછળ તે પ્લાનિંગમાં સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
એક આરોપ એવો પણ છે કે - આતંકવાદીઓને સંવેદનશીલ દેખાડવામાં આવ્યા છે! મતલબ કે, દયાળુ બતાવવામાં આવ્યા છે. તેના કેટલાક દ્રશ્યોનો સંદર્ભ લેવામાં આવી રહ્યો છે, જેમ કે એક દ્રશ્યમાં હાઇજેકર્સ મુસાફરો સાથે અંતાક્ષરી રમી રહ્યા છે.
આ વિષે સ્ટોરી ટેલર નિલેશ મિશ્રાએ આ ઘટના પર એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે - ૧૭૩ કલાકો કેદમાં. તેમણે એક પોસ્ટ લખી છે. એક યુઝરે સવાલ પૂછ્યો હતો કે શું તેઓએ ખરેખર અંતાક્ષરી રમી હતી. આના પર તેણે લખ્યું છે કે - હા, મુસાફરો સાથેના અસંખ્ય ઇન્ટરવ્યુના આધારે આ ઘટના પણ મારા પુસ્તકમાં છે. બર્ગર (આતંકવાદીનું કોડનેમ)એ સફરજન કાપીને ભૂખ્યા મુસાફરોમાં વહેચ્યું હતું. રુપિન કટિયાલ (એક મુસાફર)ને બિઝનેસ ક્લાસમાં લાવવામાં આવ્યો હતો, તેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. દિવસો સુધી તેની લાશ મૃત હાલતમાં પડી હતી, જ્યારે તેની નવપરિણીત પત્ની ઈકોનોમી ક્લાસમાં પતિની હત્યાથી બેખબર બેઠી હતી. આવી ઘણી ભયાનક અને દુઃખદ ક્ષણો એ સમયે બની હતી.
જાે કે, નેટફ્લિક્સએ ભારત સરકારને ખાતરી આપી છે કે માત્ર આ જ વેબ સિરીઝ નહીં, ભવિષ્યમાં આવનારા દરેક કન્ટેન્ટમાં તેમનું આ પ્લેટફોર્મ રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખશે. આ દરમિયાન મંત્રાલયે કહ્યું હતું કે, સર્જનાત્મકતાના નામે ભાવનાઓને ઠેંસ ન પહોંચાડી શકાય. તેથી, કન્ટેન્ટ રિલીઝ કરતા પહેલા યોગ્ય સંશોધન અને તથ્યની ચકાસણી કરવી જરૂરી છે.
આ વેબ સિરીઝ જે સત્યઘટના પર આધારિત છે એ કંધાર હાઇજેકની વાર્તા શું છે?
૨૪ ડિસેમ્બર, ૧૯૯૯ની સાંજે, ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર ૈંઝ્ર૮૧૪ કાઠમંડુથી ઉડાન ભરી હતી. પ્લેન દિલ્હી આવવાનું હતું, પરંતુ તે ફ્લાઈટમાં ૫ આતંકીઓ સવાર હતા. તેઓએ પ્લેન હાઇજેક કર્યું હતું અને પાયલોટને ચાકુની અણીએ ફ્લાઇટને અફઘાનિસ્તાનના કાબુલ લઇ જવે કહ્યું હતું. પ્લેનના પાયલોટ કેપ્ટન દેવી શરણ હતા. તેણે હાઇજેકર્સને સમજાવ્યું હતું કે પ્લેનમાં ઇંધણ ઓછું છે, તેથી તેને દિલ્હીમાં ઉતરવું પડશે અને ઈંધણ ભરાવવું પડશે, પરંતુ અપહરણકારોએ તેની વાત સાંભળી નહીં.
આ પછી લાહોરમાં ઉતરાણની પરવાનગી માંગવામાં આવી હતી. જાે કે, લાહોરે આની મંજૂરી આપી ન હતી. ત્યારબાદ પ્લેનને ફરી ભારતમાં અમૃતસરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અહીં ઇંધણ ભરાવ્યા પછી પ્લેન ફરીથી લાહોર લઈ જવામાં આવ્યું હતું. ત્યાંથી ઉડાન ભર્યા બાદ ફ્લાઈટ કાબુલ થઈને મસ્કત અને પછી ઓમાન ગઈ હતી. ક્યાંય ઉતરાણની પરવાનગી આપવામાં આવી ન હતી. ૨૫ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ દુબઈમાં લેન્ડિંગની પરવાનગી મળી હતી. જ્યાં બળતણના બદલામાં અપહરણકર્તાઓ સાથે ૨૬ મુસાફરોને મુક્ત કરવા અને એક મુસાફરનો મૃતદેહ પરત કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો.
હાઈજેકર્સ પ્લેનને દુબઈથી કાબુલ લઈ ગયા હતા, પરંતુ ત્યાંથી તેને કંદહાર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. પ્લેન ૨૬ ડિસેમ્બરની સવારે કંદહાર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ૩૧ ડિસેમ્બરે આતંકવાદીઓની માગણી મુજબ ભારત સરકારે દેશની જેલમાં બંધ ત્રણ આતંકીઓને તેમને સોંપ્યા હતા. તે આતંકવાદીઓના નામ હતા - મસૂદ અઝહર, અહેમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક ઝરગર. આ ત્રણના બદલામાં અપહરણકારોએ બંધકોને છોડ્યા હતા.
વેબ સિરીઝમાં હાઇજેકર્સ (૧) ચીફ, (૨) ડોક્ટર, (૩) બર્ગર, (૪) ભોલા અને (૫) શંકરનું નામ આપવામાં આવ્યું છે. આ એવા નામ હતા, જેનાથી હાઇજેકર્સ આ ઘટના દરમિયાન એકબીજાને સંબોધતા હતા. સરકારી દસ્તાવેજાે પણ દર્શાવે છે કે હાઇજેક કરાયેલા પ્લેનમાં હાઇજેકર્સ એકબીજાને આ નામોથી બોલાવતા હતા. આવી સ્થિતિમાં નૅટફ્લિક્સ સામે ભાગ્યે જ કોઈ પગલાં ભરવામાં આવે.
Loading ...