વોશ્ગિંગન-
અમેરિકાની વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી એ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના કમલા હેરિસને સત્તાવાર રીતે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીના એલાન બાદ ભાવુક કમલા હેરિસે પોતાની માતાને યાદ કર્યા. હેરિસે કહ્યું કે મારી માતાએ કયારેય વિચાર્યું પણ નહોતું કે તેમની દીકરી ઉપરાષ્ટ્રપતિ માટે ઉમેદવાર હશે. તેની સાથે જ કમલા હેરિસે અમેરિકામાં ઇતિહાસ રચ્યો છે.
કમલા હેરિસ પહેલાં અશ્વેત અને દક્ષિણ એશિયન છે જેમને આટલા ટોચના પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. કમલા હેરિસે પાર્ટીને કહ્યું હું અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તમારા ઉપરાષ્ટ્રપતિ પદના નામાંકનનો સ્વીકાર કરું છું. હેરિસે કહ્યું કે તેમના દિવંગત માતાએ તેમને લોકોની સેવા કરવાનું શીખવાડ્યું હતું. તેમણે કહ્યુ કે કાશ આજે મારા માતા હાજર હોત પરંતુ મને આશા છે કે તેઓ આકાશમાંથી મને જાેઇ રહ્યા હશે.
આપને જણાવી દઇએ કે 2009ની સાલમાં કમલા હેરિસના માતાનું કેન્સરથી નિધન થયું હતું. હેરિસ જાે ત્રણ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચૂંટાતા જ તેઓ આ પદ પર પહોંચનાર પહેલાં ભારતીય-આફ્રિકન મહિલા હશે. હેરિસના માતા ભારતના હતા જ્યારે પિતા જમૈકાના નિવાસી હતા. સંયોગથી હેરિસનું અનુમોદન ભાષણ અમેરિકા દ્વારા ૧૯મા સંવિધાન સંશોધનના અનુમોદનની 100મી વર્ષગાંઠના એક દિવસ બાદ થયું.