વોશિંગટન-
અમેરિકામાં ચૂંટણીલક્ષી ચળવળ ચાલુ છે. 28 ઓગસ્ટ, શુક્રવારે ડેમોક્રેટ્સ વતી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કમલા હેરિસે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકોને કોરોના વાયરસ સંકટથી બચાવવામાં નિષ્ફળ ગયા છે, ન તો તેઓ શેર બજારને બચાવવામાં સફળ થયા છે અને તમામ આક્ષેપ ચીન પર કરી રહ્યા છે.
કમલા હેરિસે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે બધાને નિરાશ કર્યા છે. સરળ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આપણને બતાવ્યું છે કે જવાબદાર પોસ્ટ પર બેઠેલી વ્યક્તિ કેવી રીતે દેશને બરબાદ કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કમલાએ કહ્યું કે, કોરોનાને માત્ર ટ્વીટ કરતા રોકી શકતો નથી. જ્યારે દેશને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે ટ્રમ્પ કંઈ કરી શક્યા નહીં. તેઓ રાષ્ટ્રપતિ પદનો વિચાર ફક્ત પોતાના માટે કરે છે, દેશ માટે નહીં.
આ અગાઉ કમલા હેરિસે એક ટ્વીટમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરી લીધા હતા. કમલા હેરિસે ટ્વીટ કર્યું હતું કે, તમને લાગે છે કે વર્ગખંડ, બેઠક ખંડ, બોર્ડ રૂમમાં તમે ફક્ત એક જ છો, પરંતુ અમે તમને યાદ અપાવવા માંગીએ છીએ કે જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમે એકલા નથી, અમે બધા ત્યાં છીએ.