મુંબઇ
બોલિવૂડ અને સાઉથની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાલ માલદીવ્સમાં હનીમૂન મનાવી રહી છે. કાજલ માલદીવ્સ વેકેશનના ઘણા ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે જેને વાઇરલ થવામાં વાર નથી લાગી રહી.
હાલમાં જ કાજલે સોશિયલ મીડિયા પર અન્ડરવોટર હનીમૂન રૂમના અમુક ફોટોઝ શેર કર્યા છે જે ખૂબ સરસ છે. કાજલે બ્લૂ મેટાલિક ડ્રેસ પહેર્યો છે. ફોટોમાં તે પતિ ગૌતમ કિચલુ સાથે રોમેન્ટિક પોઝ આપી રહી છે. હનીમૂન પર ગૌતમ કાજલના ફોટોગ્રાફર બની ગયા છે. તેણે દરિયા કિનારે કાજલને એકથી એક ચડિયાતા ફોટો ક્લિક કર્યા છે. ક્યારેક દરિયા કિનારે હાથ પકડતા તો કોઈવાર વીલામાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા બંનેનું શાનદાર બોન્ડિંગ દેખાયું.
કાજલ અને ગૌતમે 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં પંજાબી અને કાશ્મીરી રીતિ રિવાજથી લગ્ન કર્યાં હતાં. લગ્નના બધા ફંક્શન તાજ હોટલમાં થયા હતા. કાજલ લગ્નના દિવસથી જ સોશિયલ મીડિયા પર વેડિંગ અને બાકીની વિધિના ફોટો શેર કરી રહી છે. થોડા દિવસ પહેલાં તેણે પહેલું કરવાચોથ મનાવ્યું હતું તેના પણ ફોટોઝ કાજલે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.