માલદીવમાં પતિ સાથે એન્જોય કરી રહી છે કાજલ અગ્રવાલ, શેર કરી હનીમૂનની તસવીર

મુંબઇ 

એક્ટ્રેસ કાજલ અગ્રવાલ અને તેનો પતિ ગૌતમ કિચલૂ હાલ માલદીવમાં પોતાનું હનીમૂન એન્જોય કરી રહ્યાં છે. ગૌતમ કિચલૂએ પહેલા પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી પરંતુ એ નહોતું જણાવ્યું કે, તે ક્યાં છે? જોકે, હવે કાજલ અગ્રવાલે પોતાની અનેક તસવીરો શૅર કરીને જણાવ્યું છે કે તે માલદીવમાં છે. એક્ટ્રેસે જે તસવીરો શૅર કરી છે. તેના પરથી તમે નજર હટાવી નહીં શકો. કાજલ અગ્રવાલ અને તેના પતિ ગૌતમ કિચલૂ 7 નવેમ્બરના રોજ પોતાના હનીમૂન માટે નીકળી હતી. કાજલ અને ગૌતમ માલદીવના એક પ્રાઈવેટ રિસોર્ટમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે.


આ પહેલા કાજલ અગ્રવાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના અને ગૌતમ કિચલૂના પાસપોર્ટની તસવીરો શૅર કરી હતી. આ પાસપોર્ટ સાથે કાજલે લખ્યું છે કે, 'જવા માટે તૈયાર....' આ કેપ્શન સાથે તેણે એક પ્લેનની ઈમોજી પણ શૅર કરી હતી. એક્ટ્રેસે સ્ટોરીમાં પોતાના પતિના નામના બનેલા કસ્ટમાઈઝ પાઉચ પણ શેર કર્યા છે. આ પાઉચ સાથે તેણે લખ્યું છે કે, 'બેગ પેક થઈ ગયાં.'


આ પહેલા કાજલ અગ્રવાલે લગ્ન પછી પોતાની પહેલી કરવાચૌથ ઉજવી હતી. તેણે કરવાચૌથની તસવીરો પણ શૅર કરી હતી. આ તસવીરો પણ ફેન્સને ખૂબ જ પસંદ પડી હતી. કાજલ આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

કાજલ અગ્રવાલે ગત 30 ઓક્ટોબરના રોજ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતાં. કાજલ અને ગૌતમના લગ્ન મુંબઈની એક હોટલમાં થયા હતાં. આ લગ્નમાં ગૌતમ અને કાજલના માત્ર પરિવાર અને નજીકના કેટલાક લોકો અને દોસ્તનો જ સમાવેશ થતો હતો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution