અમદાવાદ-
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીની બરોબર પહેલા પહેલા જ કોંગ્રેસમાં ફરી ડખ્ખો જોવામાં આવી રહ્યો છે અને ફરી એક વખત તોડજોડની રાજનીતિ ચાલું થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ફરી એક વાર માઠા સમચાર રુપી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝાટકો ભોગવવાનો વારો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તા કૈલાસદાન ગઢવીએ રાજીનામું આપીને પાર્ટીના નેતાઓ પર મોટો આક્ષેપો કર્યા છે. કૈલાશ ગઢવીએ પાર્ટીમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો છે. આજે કારણે તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને છેવટે તેમને પાર્ટીમાંથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ ફરી ભડકે બળતી જોવામાં આવી રહી છે અને કોંગ્રેસમાંથી કૈલાસદાન ગઢવીના રાજીનામાએ આ મામલાને સપાટી પર લાવી દીઘો છે. કૈલાસદાન ગઢવી કચ્છમાં ઉમેદવારની પસંદગી મામલે નારાજ થયા છે. છેલ્લાં બે ઇલેકશનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારને ટિકિટ મળતા નારાજને કારણે કૈલાસદાન ગઢવીએ પોતનું રાજીનામુ પ્રમુખને મોકલી આપ્યું છે.