કડીના ધારાસભ્ય કરશન સોલંકી થયા કોરોના સંક્રમિત

કડી-

દેશભરમાં કોરોનાએ હાહાકારક મચાવ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ આપવામાં આવ્યો છે. આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના વધુ એક ધારાસભ્ય કોરના પોઝિટિવ આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કડીના ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કરશન સોલંકીની તબિયતમાં હાલ સુધારો છે. કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદ ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો કહેર વધતા સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં કરફ્યૂ આપ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૨૦ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ૭ લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને ૩૮૩૭ પર પહોંચ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution