દિલ્હી-
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કીવિંદ એ ભારત ના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે એન.વી.રમના ની નિમણુક કરી. આ નિમણુક આગામી 24 એપ્રિલ થી અમલ માં આવશે. ઉલ્લેખનીય છે કે જસ્ટીસ બોબડે, આગમી 23 એપ્રિલ ના રોજ નિવૃત થઇ રહ્યા છે.
જસ્ટિસ એન.વી. રમનાએ 10 ફેબ્રુઆરી 1983ના રોજ બાર કાઉન્સિલમાંથી સનદ મેળવીને વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જ્યારબાદ તેમણે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આંધ્રપ્રદેશ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને ભારતના સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. તેઓ ભારતીય રેલ્વે સહિત વિવિધ સરકારી સંગઠનોના પેનલ એડવોકેટ હતા અને આંધ્રપ્રદેશ રાજ્યના અધિક એડવોકેટ જનરલ તરીકે પણ કાર્યરત હતા. તેઓ સિવિલ અને ક્રિમિનલ પ્રેક્ટિસમાં પાવરધા છે અને બંધારણ, શ્રમ, સેવા, આંતર-રાજ્ય નદી વિવાદો અને ચૂંટણીઓ સંબંધિત બાબતોમાં વકીલાતનો અનુભવ ધરાવે છે.