દિલ્હી-
એકવાર ફરીથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન આમને-સામને છે. બે-ત્રણ દિવસ રહેલા આ બન્ને દેશો વચ્ચે જંગ શરૂ થયો, જેણે હવે ભીષણ રૂપ લઈ લીધુ છે. આ જંગમાં બાળકો અને મહિલા સહિત અન્ય લોકોના મોતના સમાચાર છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા જંગમાં વિશ્વભરની ઘણી મોટી હસ્તિઓ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. તો આ મુદ્દાને લઈને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ સોશિયલ મીડિયા પર આમને-સામને આવી ગયા છે.
હકીકતમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તાજા જંગ પર ઇરફાન પઠાણે પેલેસ્ટાઇનનું સમર્થન કરતા ટ્વિટ પર લખ્યું- જો તમારી અંદર થોડી માનવતા બચી છે તો પેલેસ્ટાઈનમાં જે થઈ રહ્યું છે તેનું તમે સમર્થન કરશો નહીં. તેણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું- માનવતાનો એક જ દેશ છે અને તે છે સંપૂર્ણ વિશ્વ. ઇરફાનના આ બન્ને ટ્વીટ કંગનાને પસંદ આવ્યા નહીં અને તેણે હાલમાં બંગાળમાં થયેલી હિંસાનો વિરોધ કરતા તેના પર નિશાન સાધ્યુ છે. કંગના રનૌતે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી ઇરફાન પઠાણ પર નિશાન સાધ્યું છે. કંગના રનૌતે પોતાની પોસ્ટમાં લખ્યું- ઇરફાન પઠાણને બીજા દેશ સાથે આટલો લગાવ છે, પરંતુ ખુદના દેશમાં બંગાળ પર ટ્વીટ કરી શક્યો નહીં. તો કંગનાની પોસ્ટ બાદ ઇરફાને જવાબ પણ આપ્યો છે. તેણે અભિનેત્રી માટે કહ્યું કે, નફરત ફેલાવાને કારણે તેનું એક એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે અને અન્યથી નજર ફેલાવી રહી છે.
આ વાત ઇરફાને પોતાના ટ્વીટ દ્વારા કહી છે. તેણે લખ્યુ- મારા બધા ટ્વીટ માનવતા કે દેશવાસીઓ માટે છે, એક એવા વ્યક્તિની નજરથી જેણે ભારતના ઉચ્ચતમ સ્તરનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તેનાથી વિપરીત મને કંગના જેવા લોકો પણ મળ્યા છે, તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નફરત ફેલાવવાને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અન્ય જે એકાઉન્ટ બચ્યા છે તે નફરત માટે છે.