જુનાગઢ: વિરોધ વચ્ચે ગિરનાર રોપ-વેના ટીકીટના દરમાં આટલા રૂપિયાનો કરાયો ઘટાડો

અમદાવાદ-

ગિરનાર રોપ-વેના ટીકીટના દરને લઇને ઉઠેલા વિરોધ વંટોળના કારણે રોપ-વે સંચાલકો હવે ઘાંઘા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગત સાંજે જાણવા મળતી વિગત મુજબ એક ટીકીટમાં ઘટાડો જાહેર કર્યો છે. જેમાં રૂા. 8 અને બાળકોમાં રૂા. 4નો ઘટાડો કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમ બાળક રડતુ હોય અને તેને લોલીપોપ પકડાવી છાનુ રાખવાની કોશિષ કરી હોય તેવું કંપનીએ લોકોને મુરખ બનાવવાની કોશિષ કરી ભાવવધારો ઘટાડો કરવાના શ્રીગણેશ તો કર્યા છે.

સોરઠના 7 ધારાસબ્યો જુનાગઢના મેયર, ડે. મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સહિત 51 કોર્પોરેટરો સાંસદ સહિતનાઓએ આ ભાવ આમજનતાને, નાના માણસોને, મધ્યમવર્ગના લોકોને પોષાય તેમ ન હોય તેથી ચોતરફથી વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. કારણ કે માં જગદંબાના દર્શન કરવા વયોવૃધ્ધ, મધ્યમવર્ગના પરિવારો શ્રમજીવી નાના બાળકોની ઇચ્છા હતી કે રોપવે શરુ થાય તો અંબાજી જઇ શકાશે તે માટે લોહીથી પત્રો લખાયા હતા. આંદોલનો સહિતના કાર્યક્રમો લોકોએ કર્યા હતા. જ્યારે તેજ લોકો નગરજનો આ 700 કે 826ના ભાવ સાંભળીને નિરાશ થઇ ગયા છે. લોકોને એમ જ તહું કે દરેક વ્યક્તિ માના દર્શન કરી શકે તેવું 250 જેવું ભાડું રહેશે ત્યારે 350ના બદલે 700 ઉપરનો ભાવ સાંભળી વર્ષોની આશા નિરાશામાં ફરી વળી છે.

અનેક રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી (PM Modi) અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી (GST) ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં આવી જશે.

નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર જીએસટી અલગથી લેવામાં આવતો હતો. હવે જીએસટીના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે. પહેલા કેટલો ચાર્જ હતો?

સામાન્ય ટિકિટ : 700 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે) 

બાળકોની ટિકિટ: 350 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે)કન્સેશન ટિકિટ: 400 રૂપિયા+18% જીએસટી

આ સાથે જણાવવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈ જ ટિકિટ લેવાની નહીં રહે. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહેશે. દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટનમાં કન્સેશન મળશે, પરંતુ આ માટે આઈડી કાર્ડ ફરજિયાત રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તો જ દિવસે માન્ય રહેશે. એક વખત ટિકિટની ખરીદી કર્યાં બાદ રિફંડ નહીં મળે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution