જૂનાગઢ-
રાજ્યમાં ચોરી -લૂટફાટ, મારામારી સહિત બનાવની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે તસ્કરોએ હદ કરી દીધી છે. જૂનાગઢમાં ધનવંતરી રથમાંથી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. ધનવંતરી રથમાંથી કોવિડ કીટની ચોરી થઈ છે. રૂ.૯૦ હજારના ૬૦ કીટોની ચોરી થઈ છે. વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી અંગે જૂનાગઢના વથંલીમાંથી તસ્કરો, કોરોના ટેસ્ટ કરવાની ટેસ્ટીગ કિટની ચોરી કરી ગયા છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની ૯૦ હજારની કિંમતની ૬૦ કિટની તસ્કરોએ ચોરી કરી છે. ધનવંતરી રથમાં મૂકાયેલી રેપિડ એન્ટીજન ટેસ્ટની કિટની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
આ સમગ્ર મામલે રૂપિયા ૯૦ હજારની ૬૦ કિટની ચોરી થઇ છે. આ ઘટના લુષાળા પાસે બની હતી જાેકે, હાલ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ ધનવંતરી કિટની ચોરી કોણે કરી?