જુનાગઢ-
વંથલી નગર પાલીકાની હદમા આવેલ લાયન્સ નગર વિસ્તારમા રહેતી ૯ વર્ષની દેવીપુજક માસુમ દિકરી પર તેના મામાની દિકરીના દિકરાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાયન્સ નગરમા રહેતા દેવી પુજક પરીવારની ૯ વર્ષની દિકરી તેની બહેનપણીઓ સાથે બપોરના સમયે તેના ફળીયા રમી રહી હતી ત્યારે નજીક મા જ રહેતા પીડીતાના મામાની દિકરીના દિકરા અક્ષય રાજુભાઇ સોલંકીએ પીડીતાને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ ૯ વર્ષની દિકરી પોતાના ઘરે જમ્યા વગર સુઇ ગઈ હતી. નજીકમા સુતેલા તેના માતા-પીતા એ પોતાની દિકરીના લોહીવાળા કપડા જોતા દિકરી ને પુછ્તા દિકરી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી અને સમગ્ર ઘટના તેના માતાને જણાવી હતી. દિકરીના ગુપ્તાંગો માથી સતત લોહી વહી રહ્યુ હોય. તેને તાત્કાલિક વંથલી સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા વંથલી પી.એસ.આઇ. બી.કે. ચાવડાએ તાત્કાલીક પોલીસ જવાનોને આરોપીને શોધવા કામે લગાડી દિધા હતા ને ગણતરીની મીનીટોમા જ આરોપીને દબોચી લિધો હતો.
હાલ પીડીત બાળકીનુ તબીબી પરિક્ષણ થઇ રહ્યુ છે તેમજ વંથલી પોલીસે ગુન્હો નોંધી, આરોપી પુખ્ત છે કે કેમ તે જાણવા આરોપીના ઉમર ના પુરાવા એક્ઠા કરી રહી છે.