અમદાવાદ-
ગુજરાત રાજ્યના ગીર-સોમનાથનાં સુત્રપાડા તાલુકાના ખાંભા ગામની સીમમાં એક આયુર્વેદિક ઔષધી વેચતી ટોળકી રોકાઈ હતી, તેમના મનસુબા બીજી રીતના હતા, તેઓ ગામની બહાર વન્ય જીવોને પકડીને તેનો વેપાર કરવાની વેતરણ માં હતો, ખાંભા ગામની સીમમાં ગોઠવેલા ફાંસલામાં એક સિંહબાળ ફસાઈ જતા તે લોકો તેને પકડવા જઈ રહ્યા હતા. ત્યારે વિફરેલી સિંહણ એકદમ દોડતી આવી અને તેમાંના એક વ્યક્તિને પોતાના પંજા થી ઘાયલ કરી દીધો હતો, ટોળકીના સભ્યોએ તે ઘાયલ વ્યક્તિ ને જૂનાગઢની તાલાલા હોસ્પીટલમાં દાખલ કરી દીધો હતો. વન વિભાગને જાણ કરતા તેમને ફાસ્લામાં ફસાયેલા સિંહ બાળને છોડાવીને પાછુ જંગલમાં છોડી મુક્યું હતું, દાખલ કરેલા વ્યક્તિની જાણ વન વિભાગને કરતા, તેમણે તેને પકડવા માટે કોઈ જાતની દરકાર લીધી નહોતી જેથી તે ઇસમ હોસ્પીટલમાંથી ભાગી છુટ્યો હતો. આ શિકારી ટોળકીએ જુનાગઢના રેવન્યુ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફાસલા ગોઠવીને વન્ય જીવોના શિકાર કરતી ટોળકીના 38 વ્યક્તિઓ ને વન વિભાગ અને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, કહેવામાં આવે છે કે, આ શિકારી ટોળકી ગુજરાતની જ હોવાનું માલુમ પડ્યું છે.