અયોધ્યા-
બાબરી મસ્જિદ ડિમોલિશન કેસમાં લખનૌની સીબીઆઈની વિશેષ અદાલતનો ચુકાદો આજે આવી રહ્યો છે. આ સંવેદનશીલ કેસમાં 28 વર્ષ બાદ નિર્ણય આવી રહ્યો છે અને લાલકૃષ્ણ અડવાણી જેવા ભાજપના ઘણા મોટા નેતાઓ આ કેસમાં આરોપી છે. આ નિર્ણય મોટો છે, તેથી યુપીમાં પોલીસ એલર્ટ પર છે અને સુરક્ષા વ્યવસ્થા કડક છે.
લખનૌથી અયોધ્યા સુધી સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં પોલીસ એલર્ટ છે. તેમજ સોશ્યલ મીડિયા પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.
લખનૌની સીબીઆઈની વિશેષ અદાલતમાં તમામ 32 આરોપીઓને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારને છાવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. નિર્ણય પહેલા સિક્યુરિટી ફોર્સની ટીમે સવારે ડોગ સ્કવોડની સાથે વિસ્તારની સમીક્ષા કરી બીજી તરફ અયોધ્યામાં પોલીસ એલર્ટ પર છે. વિવિધ સ્થળોએ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. બુધવારે સવારથી જ પોલીસે મુલાકાતીઓને તપાસ્યા હતા.