આણંદ, તા.૨
એકબાજુ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ સતત પ્રસરી રહ્યું છે. આજે આણંદ શહેરના એક જ પરિવારના ત્રણ અને જિટોડિયા રોડ પરના એક જ પરિવારના ચાર સભ્યો મળી કુલ સાત નવાં કોરોના પોઝિટિવ કેસ આવતાં ફફડાટ મચી ગયો છે. પાલિકા અને આરોગ્યની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સંબંધિત વિસ્તારમાં આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમજ નગરપાલિકાની ટીમો દ્વારા આ વિસ્તારોને સેનિટાઇઝ કરવામાં આવ્યાં હતાં.
આણંદ શહેર માટે અનલોક વન અપશુકનિયાળ સાબિત થયાં પછી હવે અનલોક ટુમાં પણ રોજેરોજ કેસ સામે આળી રહ્યાં છે. અનલોક વનમાં આણંદ શહેરમાં મુસ્લિમ વિસ્તારો બાદ હવે કોરોનાએ ચોતરફ પગપેસારો શરૂ કરી દીધો છે. આજે એક જ પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ મળતાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, જિટોડિયા રોડ ઉપર આવેલાં વૃદાંવન પાર્કમાં રહેતાં એક જ પરિવારના ચાર સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આણંદ શહેરના હિમાલયા રીટ્રીટમાં રહેતાં અને કોરોના પોઝિટિવ આવેલાં દર્દીના પરિવારના પણ ત્રણ સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ચકચાર ગઈ છે. આ તમામને વિવિધ હોÂસ્પટલોમાં આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં એક જ પરિવારમાં એકથી વધુ પોઝિટિવ કેસને લઈને સંક્રમણ ઝડપભેર ફેલાતું હોવાનું દેખાઈ રહ્યું છે. આણંદગરાંએ હવે વધુ સાવધ રહેવાની જરૂરત છે. અનલોક વનમાં જે રીતે આણંદ શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે એ જાતાં અનલોક બાદ હવે અનલોક ટુમાં નાગરિકોએ સંયમ રાખીને સરકારની ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે પાલન કરવાની જરૂરત છે.