પર્યાવરણ મુદ્દે ચર્ચા કરવા જો બાઇડને PM મોદી સહિત 40 નેતાઓને આપ્યું આમંત્રણ

વોશિંગ્ટન

ડોનાલ્ડ ટ્રમ્પ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા છે. ત્યારે સત્તા સંભાળવાની સાથે જ જો બાઈડનના કેટલાક નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા હતા. જોકે, હવે જો બાઈડને વિશ્વના 40 નેતાઓને આમંત્રીત કર્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડને વૈશ્વિક જળવાયુ સંમેલનમાં ચર્ચા માટે વિશ્વના 40 નેતાઓ અમેરિકા આવવા માટે નિમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક જળવાયુ સંમેલન 22 અને 23 એપ્રિલે વ્હાઇટ હાઉસમાં યોજાશે. બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા. ત્યારે રશિયા અને ચીન સાથે તણાવ વચ્ચે બાઇડનનો આ નિર્ણય મહત્વનો મનાઇ રહ્યો છે. સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર કરાશે ચર્ચા.

હાલના સમયમાં કોરોના વાયરસ સંક્રમણની સાથે સાથે વૈશ્વિક સ્તરે સતત જળવાયુ ચિંતાનો વિષય બની રહ્યો છે. તેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની તરફથી વૈશ્વિક જળવાયુ ચર્ચાનું આયોજન કરાયું છે. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડન પ્રશાસન પોતાની પહેલી વૈશ્વિક જળવાયુ ચર્ચાને લઈને તૈયાર છે.

મળતી માહિતી અનુસાર વૈશ્વિક જળવાયુ ચર્ચા કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 40 વૈશ્વિક નેતાઓને આમંત્રિત કર્યા છે. કહેવાઈ રહ્યું છે કે બાઈડન પ્રશાસને પહેલી વૈશ્વિક જળવાયુ ચર્ચાને માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રિત કર્યા છે. કાર્યક્રમનું આયોજન 22 અને 23 એપ્રિલે થશે.

હાલમાં બાઈડન પ્રશાસન ક્લાઈમેટ ઓન લીડર્સ સમિટના માટે તૈયાર છે. આ સમિટમાં જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને અનેક મોટા નિર્ણયો કરાયા છે. સૂત્રોના આધારે પ્રશાસન અધિકારીનું કહેવું છે કે આ સમારોહના માટે અમેરિકા જીવાશ્મ ઈંધણથી થતા જળવાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ખાસ પગલાં લઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution