મુંબઈ-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ ચાલી રહી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગૂગલ અને રિલાયન્સ જિઓ ની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલા નવા સ્માર્ટફોન જિઓફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન સામાન્ય માણસોના બજેટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વેચાણ 10 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 44મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપમાં તૈયાર કરાયેલા જિઓફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ કરાશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.