જિયોએ બે સર્કલમાં ૧૮૦૦ મેગાહર્ટ્‌ઝ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવીને તેની સર્વોપરી સ્થિતિ મજબૂત બનાવી જિયો વિશ્વમાં સૌથી વધુ વાયરલેસ ડેટા ટ્રાફિક વહન કરવાની સાથે શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પૂરો પાડવા પ્રતિબદ્ધ


મુંબઈ, તા.૨૭

 ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી અને આજે સમાપ્ત થયેલી સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતમાં સૌથી મોટી ડિજિટલ સેવાઓ પૂરી પાડનાર જિયોએ બિહાર અને પશ્ચિમ બંગાળમાં ૧૮૦૦ મેગાહર્ટ્‌ઝ બેન્ડમાં વધારાનું સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું.

આ એક્વિઝિશન સાથે જિયોએ તેના ૧૮૦૦ મેગાહર્ટ્‌ઝ બેન્ડ સ્પેક્ટ્રમનું બે સર્કલમાં વિસ્તરણ કર્યું છે. જિયોની સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ વધીને ૨૬,૮૦૧ મેગાહર્ટ્‌ઝ (અપલિંક ડાઉનલિંક) થઈ ગઈ છે, જે તેની આગેવાનીને વધુ મજબૂત બનાવે છે. જિયોએ પહેલાથી જ ૪ય્ અને ૫ય્ જેવી બેન્ડવિડ્‌થ કાર્યક્ષમ ટેકનોલોજીઓ પર આધારિત સ્પેક્ટ્રમ સમગ્ર ભારતમાં અમલી બનાવી દીધું છે, આ વધારાનું સ્પેક્ટ્રમ વિશિષ્ટ ભૌગોલિક જરૂરિયાતને પૂરી કરવા અને તેના નેટવર્ક પર ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાહક અનુભવને સુનિશ્ચિત કરવા હસ્તગત કરવામાં આવ્યું છે

ભારતમાં લો-બેન્ડ, મિડ-બેન્ડ અને હાઈ-બેન્ડ (૭૦૦ સ્ૐડ, ૩૩૦૦ સ્ૐડ અને ૨૬ય્ૐડ) સ્પેક્ટ્રમ ધરાવનાર જિયો એકમાત્ર ઑપરેટર છે જે તેને ૫ય્ સેવાઓમાં ગ્રાહકોને ઉત્તમ અનુભવ પૂરો પાડવા માટેનો અનોખો ફાયદો આપે છે.રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે અમે સ્પેક્ટ્રમની ફાળવણીના ૧૨ મહિનામાં જ વિશ્વના સૌથી ઝડપી અને બહોળા સ્ટેન્ડ અલોન ૫ય્ નેટવર્કમાંના એક નેટવર્કને શરૂ કરીને ડિજિટલ ઇન્ડિયા વિઝન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ નવું સ્પેક્ટ્રમ એક્વિઝિશન હવે માત્ર શહેરી બજારો પૂરતા મર્યાદિત નથી તેવા નવા ભારતની વધતી જતી ટ્રાકિક માંગ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવના સંદર્ભમાં દેશની અપેક્ષાઓ પૂરી કરવા અમને સક્ષમ બનાવશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક ભારતીય જિયોના નેકસ્ટ જનરેશનના ડિજિટલ સોલ્યુશન્સના પરિવર્તનકારી લાભોનો આનંદ માણે.

૨૦ વર્ષ માટે ૧૮૦૦ સ્ૐડ બેન્ડમાં હસ્તગત કરાયેલ ટેકનોલોજી સંયોજિત સ્પેક્ટ્રમની સર્કલ વાઇઝ વિગતો નીચે મુજબ છે સ્પેક્ટ્રમ હરાજીની શરતો મુજબ ઉપરોકત સ્પેક્ટ્રમની કિંમત વાર્ષિક ૮.૬૫ ટકાના દરે ગણવામાં આવનારા વ્યાજ સાથે ૨૦ સમાન વાર્ષિક હપ્તાઓથી ચૂકવી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution