વોશ્ગિટંન-
અમેરિકાના સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં સરકારી રીતે શી જિનપિંગને ચીનના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડન્ટ ન કહેવામાં આવે. બિલ મુજબ, ચીનમાં લોકશાહી નથી. આ સિવાય જિનપિંગને લોકશાહી પદ્ધતિથી ચૂંટવામાં આવ્યા નથી. આ કારણે અમેરિકા તેમને રાષ્ટ્રપતિ કહેવાનું બંધ કરે.
ટેકનિકલ રીતે જાેવામાં આવે તો બિલમાં કહેવામાં આવેલી વાત સાચી છે. 1980 પહેલા કોઈ પણ ચીનના પ્રમુખને પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કહેવામાં આવતા ન હતા. એટલું જ નહિ ચીનના સંવિધાનમાં પણ રાષ્ટ્રપતિ કે પ્રેસિડન્ટ શબ્દ નથી.
2012માં જિનપિંગ રાષ્ટ્રપતિ બન્યા. આ પદ તેમને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી(સીસીપી)ના અગ્રણી હોવાના કારણે મળ્યું. બંધારણીય રીતે જાેવામાં આવે તો સીસીપીના ચેરમેન જ સરકાર અને સેનાના પ્રમુખ હોય છે. જાેકે જિનપિંગના મામલામાં આવું નથી. સીએનએનના જણાવ્યા મુજબ, જિનપિંગ જ સત્તા અને પાર્ટીનું એકમાત્ર કેન્દ્ર છે. તે પાર્ટીના નવા સુપર કમિટીના ચેરમેન પણ છે. આ કારણે ઈન્ટરનેશનલ એક્સપટ્ર્સ તેમને ચેરમેન ઓફ એવરીથિંગ એટલે કે દરેક ચીજના અધ્યક્ષ કહે છે. એટલે કે એક પ્રકારના તાનાશાહ.
ટ્રમ્પની પાર્ટીના સાંસદ સ્કોટ પૈરી આ બિલા લાવ્યા. નામ આપવામાં આવ્યું ‘નેમ ધ એનિમી એક્ટ’. પૈરી ઈચ્છે છે કે જિનપિંગ કે કોઈ પણ ચીની શાસકને અમેરિકાના સરકારી દસ્તાવેજાેમાં રાષ્ટ્રપતિ કહેવામાં ન આવે અને લખવામાં પણ ન આવે. બિલ મુજબ ચીનમાં રાષ્ટ્રપતિ જેવું કોઈ પદ જ નથી.