રાજકોટ-
જેતપુરના મોટા પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રિન્ટિંગ એન્ડ ડાઇંગ એસોશિએશનમાં છેલ્લા લાંબા સમયથી પ્રમુખ વગર ચાલતું હતું. ત્યારે જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિએશનના પ્રમુખ અને કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં 21 સભ્યોની કારોબારી સાથે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે છેલ્લાં 15 વર્ષથી ઉપ પ્રમુખ તરીકે રહેલા એવા જેન્તીભાઇ રામોલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જયારે સેક્રેટરી ચેતન જોગી, અને ઉપપ્રમુખ જીતુભાઇ હિરપરાની વરણી કરવામા આવી હતી. જેતપુરના ઉદ્યોગના પ્રદુષણના સમસ્યા નિવારણ માટે ગુજરાત સરકાર દ્વારા પણ આ ઉદ્યોગને ડીપ સી લાઈન મારફત પ્રદુષણ પાણીને ઊંડા દરિયામાં ઠાલવાની યોજનાને તરત જ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. આ સાથે જેતપુરનો પ્રિન્ટિંગ ઉદ્યોગ હજુ વિકસે અને અહીં વધુમાં વધુ રોજગારીની તકો ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.