રાજકોટ-
જેતપુર સીટી પોલીસ, જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2018-2019 દરમિયાન પકડી પાડેલા કુલ 70,07,935 રૂપિયાની કિંમતની 23490 દારૂ-બિયરની બોટલ અને ટીન ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર રાજેશ કુમાર આલ જેતપુર એ એસ.પી.સાગર બાગમાર, તેમજ જેતપુર મામલતદાર કારિયા, સીટી પીએસઆઈ તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.