જય-માહીની દીકરી સૌથી નાની ઉંમરની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર બની

મુંબઇ 

ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ જય ભાનુશાળી અને માહી વીજની દીકરી તારા 13 મહિનાની ઉંમરે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તારાના ઇન્સ્ટા અકાઉન્ટ પર 1 લાખ 33 હજાર ફોલોઅર્સ છે જેની સાથે તારા ભારતની સૌથી નાની ઉંમરની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર બની ગઈ છે. આટલું જ નહીં તારાને અત્યારથી ઘણી બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની ઓફર પણ મળી રહી છે. નાની ઉંમરમાં દીકરીને પોપ્યુલર થતી જોઈને માહી વીજ ઘણી પ્રાઉડ અને ખુશી અનુભવી રહી છે.

માહી વીજે દીકરીના જન્મદિવસ પછી જ તેનું ઇન્સ્ટા અકાઉન્ટ બનાવ્યું હતું. તેમાં તારાના પહેલા ફોટોથી લઈને તેના ક્યૂટ ફોટોઝ અને વીડિયોઝ પણ છે. આનો હેતુ એ જ હતો કે તારા મોટી થયા બાદ આ સુંદર પળોને જોઈ શકે, જોકે ક્યુટનેસને કારણે તારા ફેમસ થઇ ગઈ છે.


આ વિશે માહીએ જણાવ્યું કે, 'મેં તારાના જન્મ બાદ જ તેનું અકાઉન્ટ બનાવ્યું હતું. પહેલો ફોટો પોસ્ટ કરતા જ ઘણું એન્ગેજમેન્ટ અને પ્રેમ મળ્યો. સ્વાભાવિક છે કે મોટી થઈને તેને પણ મારી અને જયની જેમ લોકોની નજરમાં રહેવાનું છે માટે મને લાગ્યું કે આ પરફેક્ટ ટાઈમ છે તેનું પેજ બનાવવાનો.'

આગળ માહીએ જણાવ્યું કે, 'હું આભારી છું કે તેને આટલા બધા પ્રેમ વચ્ચે મોટી થતી જોઈ રહી છું. હું તેના માટે ઘણી એક્સાઈટેડ છું કારણકે તે મોટી થઈને આ બધી મેમરીઝ જોશે. ઘણી બધી બ્રાન્ડ્સે તેને પ્રમોશન માટે અપ્રોચ કરી છે અને ઘણી બધી રિકવેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.'

માહીએ આભાર માનતા કહ્યું, 'આ ઘણું ચોંકાવનારું છે કે આટલી નાની ઉંમરમાં તે એક બેબી ઈનફ્લુએન્સર બની ગઈ છે. આ પ્લાનિંગ વગરનું હતું અને મને તેના પર ઘણું ગર્વ છે. હું તે બધા લોકોનો આભારી છું જે તેને ફોલો કરે છે, પ્રેમ કરે છે અને રોજ આશીર્વાદ આપે છે.'

માહી અને જય લગ્નના 8 વર્ષ પછી ઓગસ્ટ 2019માં પહેલીવાર બાયોલોજિકલ પેરેન્ટ્સ બન્યા હતા. તારા પહેલાં માહી અને જયને બે બાળકો રાજવીર અને ખુશી પણ છે જેને કપલે થોડા વર્ષ પહેલાં તેના કેર ટેકર્સ પાસેથી દત્તક લીધા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution