અંબાજી મંદિરમાં ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા

અંબાજી : શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ શક્તિપીઠોમાં દર્શન માટે જતા હોય છે. હાલ કોરોનાની મહામારીને લઈ શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢના મંદિરો બંધ હોવાથી યાત્રાધામ અંબાજીમાં વહેલી સવાર થીજ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કાર્ય બાદ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.ખાસ કરીને કોરોનાનું સંર્ક્મણ ન ફેલાય તે માટે સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યાત્રિકો સૅનેટાઇઝ ટર્નલમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. નવરાત્રીને લઈ નિજ મંદિરમાં  ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ્ટ સ્થાપન  વિધિ કરવામાં આવી હતી.જેમાં  સૌપ્રથમ વખત મંદિર ટ્રસ્ટના ચેરમેનને જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતા. ઘટ્ટ સ્થાપન જવારા વાવવામાં આવ્યા હતા.મંગળા આરતી બાદ ઘટ્ટ સ્થાપનની આરતી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે.આ વખતે ચાચરચોકમાં ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે. યાત્રિકોમાં  કોરોનાનું સર્ક્મણ ન ફેલાય તેવા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. જોકે આ વખતે ગુજરાતના અન્ય કેટલાક શક્તિપીઠ મંદિર બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. છતાં યાત્રિકો દર્શન કરી શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે. આ નવરાત્રી દરમિયાન યાત્રિકો ને સરળતાથી અને શુદ્ધ પ્રસાદ મળી રહે તેમાટે બોક્સ પેકીંગમાં પ્રસાદ વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution