૮૦ તથા ૯૦ના દાયકામાં ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર એક્ટર જાવેદ હૈદર માટે લાકડાઉન બહુ જ ખરાબ સમય લઈને આવ્યું છે. કામ ના મળવાને કારણે જાવેદ શાકભાજી વેચવા મજબૂર બન્યો છે. ડોલી બિન્દ્રાએ જ્યારે સોશિયલ મીડિયામાં જાવેદનો શાકભાજી વેચતો વીડિયો શૅર કર્યો હતો અને ત્યારે જાવેદની પરિસ્થિતિની જાણ થઈ હતી. ટિકટોક પર બનાવવામાં આવેલા આ વીડિયોમાં જાવેદ ‘દુનિયા મૈં રહના હૈં તો કામ કર પ્યારે...’ ગીત પર લિપસિંક કરતો જાવા મળ્યો હતો અને શાકભાજી વેચતો હતો.
લાકડાઉનમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરનાર જાવેદ એકમાત્ર એક્ટર નથી. આ પહેલાં રાજેશ કરીરે પણ એક ઈમોશનલ વીડિયો શૅર કરીને મદદની અપીલ કરી હતી. વીડિયો વાઈરલ થયા બાદ રાજેશને આર્થિક મદદ મળી હતી. જાવેદ હૈદર પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ૧૯ માર્ચથી બોલિવૂડ તથા ટીવીના શૂટિંગ બંધ હતાં. ધીમે ધીમે ટીવી સિરિયલના શૂટિંગ શરૂ થઈ રહ્યાં છે.