મુંબઇ
રવિવારે એલિમિનેટ થયેલી જાસ્મિન ભસીનને સીક્રેટ રૂમમાં રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે અને એટલે જ જાસ્મિનને હજી સુધી કોઈને મળવા દેવામાં આવી નથી.કલર્સ ચેનલના શો 'બિગ બોસ'ની ૧૪મી સીઝનમાં રવિવારે એકટ્રેસ જાસ્મિન એલિમિનેટ થઈ, પણ તેના ફેન્સે નારાજ થવાની જરૂર નથી. 'બિગ બોસ'હાઉસમાં તે ફરીથી જોવા મળશે. એકચ્યુઅલી સ્ટ્રેટેજીના પાર્ટરૂપે એવું કરવામાં આવ્યું છે. જાસ્મિનને ઘરમાંથી કાઢીને સીક્રેટ રૂમમાં રાખવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. જાસ્મિને ફરીથી ઘરમાં જવાનું હોવાથી જ તેના એલિમિનેટ પછીના કોઈ ઇન્ટરવ્યુ પણ લાઇનઅપ કરવામાં નથી આવ્યા અને જાસ્મિનને બહારની વ્યકિતને મળવા દેવામાં પણ નથી આવતી. જો જાસ્મિન બહારની વ્યકિતના સંપર્કમાં આવે તો 'બિગ બોસ' હાઉસ માટે બનાવવામાં આવેલા નિયમ મુજબ તેણે ૧૪ દિવસ કવોરન્ટીન થવું પડે અને એટલી રાહ જોવા પ્રોડકશન-હાઉસ તૈયાર નહીં હોવાથી જાસ્મિનનો સંપર્ક કોઈને કરાવવામાં નથી આવ્યો.
કહેવાય છે કે જાસ્મિન સાથે સીક્રેટ રૂમમાં મનુ પંજાબી પણ જોઇન થશે. મનુ ઈજાને કારણે શોમાંથી બહાર થયો હતો, પણ હવે મનુ સ્વસ્થ છે અને તે શો જોઇન કરવા તૈયાર છે.