જાન્હવી કોઈ પણ ફિલ્મના રોલ માટે વાળ કપાવશે નહીં

જાન્હવીકપૂરે પ્રતિજ્ઞા લીધી છે કે તે એક રોલ માટે થઈને ક્યારેય મુંડન કરવાશે નહીં. તેની માતા શ્રીદેવીની યાદમાં તેણે આ ર્નિણય લીધો છે. જ્હાન્વીએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેણે તેની માને તેના લાંબા વાળ માટે કેટલુ ગૌરવ હતું તેનાથી પ્રભાવિત થઈને આ ર્નિણય લીધો છે, તેની માતાના મૃત્યુ બાદ પણ તે આવા વાળ જાળવી રાખશે. આઈએમડીબી સાથેની એક વાતચીત દરમિયાન જ્હાન્વીને એક પ્રશ્ન પૂછાયો હતો કે એવું શું છે જે તે એક રોલ મેળવવા માટે ક્યારેય નહીં કરે. ત્યારે જવાબમાં જ્હાન્વીએ આ કારણ આપ્યું હતું. જ્યારે તેની મર્યાદાઓ વિશે પૂછાતા તેણે કહ્યું કે જીવનમાં એક માત્ર તક મળતી હોય અને તેનાથી સમગ્ર જીવન અને કૅરિઅર બદલાઈ જાય તેમ હોય તો પણ તે ક્યારેય મુંડન કરાવશે નહીં. આ મુદ્દે તેણે બીજા વિકલ્પોની પણ વાત કરી હતી. તેણે બાલ્ડ કૅપ અને વીએફએક્સની મદદ લેવાનો ઉલ્લેખ કર્યાે હતો. તેણે કહ્યું કે જ્યારે તેના ખભ્ભામાં ઇજા થઈ, લોહી નીકળ્યું, હાડકાં તૂટી ગયાં અને વિવિધ પ્રકારના રોલ માટે અલગ અલગ ટ્રોમાનો સામનો કર્યાે તો પણ તેણે આ એક બાબત વિશે હંમેશા ના જ પાડી છે. તાજેતરમાં પણ એક ફિલ્મમાં તેના પાત્રને ટૂંકા વાળ રાખવાના હતાં ત્યારે પણ તેને પ્રોડક્શન સાથે ઘણી અસહમતિ અને ચર્ચાઓ થઈ હતી. જાન્હવીએ એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું કે તેણે એક વાર વાળ ટૂંકા કરાવી નાખ્યા હતા ત્યારે તેની મા તેના પર બહુ જ ગુસ્સે થઈ હતી. તેણે કહ્યું કે, ‘ધડક’ના શૂટિંગ વખતે તેની મા બહુ દુઃખી હતી અને તેને કહ્યું હતું કે,“તું આવું કઈ રીતે કરી શકે? કોઈ પણ રોલ માટે ક્યારેય તારા વાળ ન કપાવતી.” શ્રીદેવીને દર થોડાં દિવસે જ્હાન્વીના વાળમાં તેલ માલીશ કરવાની આદત હતી અને તેમાં તેને ગૌરવ અનુભવાતું હતું. તેથી જ્હાન્વીએ હવે ક્યારેય વાળ ન કપાવાનો ર્નિણય લીધો છે. જાન્હવી કપૂર અને જુનિયર એનટીઆર હાલ તેમની રોમેન્ટિક ફિલ્મ ‘દેવરા’ના એક ગીતનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ગીતનું શૂટ આ અઠવાડિયાના અંત સુધીમાં પૂરું થશે. આ ફિલ્મ જાન્હવીની પહેલી તેલુગુ ફિલ્મ પણ છે અને તે આ ફિલ્મના શૂટિંગમાં ખૂબ મજા કરતી હોય તેમ લાગે છે. તે ઉપરાંત એનટીઆરની ટીમ પણ એવા પ્રયત્નો કરે છે કે એવા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે કે જ્હાન્વીને મજા આવે અને તે ખુશ થઈ જાય. ટેબલ પર પીરસાતાં વિવિધ પ્રકારના પકવાનની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેના માટે ખાસ તેલુગુ વાનગીઓ બનાવીને સેટ પર લાવવામાં આવે છે. તેણે એ તસવીર શેર કરીને તેને ‘દેવરા’માં કામ કરવામાં કેટલી મજા આવે છે, તે જમાવ્યું હતું. આ ફિલ્મમાં જાન્હવી થંગમની ભૂમિકામાં છે અને આ ફિલ્મ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution