આગામી ૭મી મેના રોજ રાજ્યમાં લોકસભાની તમામ રપ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. ત્યારે જામગનર ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધી હતી. દરમિયાન જામનગરમાં સભાને સંબોધતાં પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.