જામનગર-
બેફામ બનેલાં બૂટલેગરો દ્વારા મહિલાનેે બેરહેમીથી લાતો અને ઢીકાપાટું વડે માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી બહાર આવ્યાં છે. મળતી વિગત પ્રમાણે મહિલાએ ઘર પર કેમેરા લગાવતાં બૂટલેગરોએ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શહેરના શંકર ટેકરી વિસ્તારમાં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહિલા દ્વારા બૂટલેગરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બૂટલેગરોનો આતંક CCTVની નજરમાં ઝડપાઈ ગયો છે. જામનગરમાં બૂટલેગરોના આતંકની ઘટના CCTV માં કેદ થઇ છે.શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં આવેલ સુભાષપરા વિસ્તારની ઘટનામાં બેફામ બનેલાં બૂટલેગરો મહિલાઓને માર મારતાં સીસીટીવીમાં ઝડપાયાં છે. ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.