જામનગર-
રાજ્યમાં અકસ્માતના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે આજે જામનગરની ઠેબા ચોકડી પાસે ઈકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 6 ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ જામનગરની ઠેબા ચોકડી પાસે ઈકો કાર અને રીક્ષા વચ્ચે જોરદારની ટક્કર થતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતમાં રીક્ષાનું પડીકુ વળી ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.