જામનગર-
મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરીને લઈ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. હરિયા કોલેજ ખાતે તમામ 16 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. જામનગર મનપામાં તંત્રએ બનાવેલા 4 સ્ટ્રોંગરૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્રએ મતગણતરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.