કુલગામ-
જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ સુરક્ષા દળ અને જમ્મૂ કાશ્મીર પોલીસની જોઇન્ટ ટીમ આ ઓપરેશન કરી રહી છે. આતંકીઓના બચવાનો કોઈ ચાન્સ નથી. એન્કાઉન્ટર શરૂ થતા પહેલા સુરક્ષા દળોએ આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી હતી પરંતુ તે માન્યા નહીં અને ફાયરિંગ શરૂ કર્યુ હતું.