જમ્મુ કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં એક અજાણ્યા આતંકીની હત્યા કરવામાં આવી છે. કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે બીજા આતંકીની શોધ ચાલુ છે. શ્રીનગરના નૌગામ વિસ્તારમાં વાગુરા ખાતે મંગળવારે મોડી સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આમાં બે આતંકવાદીઓ ફસાયા હતા. સુરક્ષાદળોએ તેમાંથી એકને માર્યો હતો.
ભારતીય સેનાએ શ્રીનગરના નૌગામના વાગુરા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક છુપાયેલા આતંકીઓએ સૈનિકો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે હત્યા કરાયેલા આતંકવાદીની ઓળખ હજુ મળી નથી. ટૂંક સમયમાં તેની ઓળખ કરવામાં આવશે અને બીજો આતંકવાદી પણ વહેલી તકે પકડાશે.