શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળોએ અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, હજી પણ અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. જોકે, અત્યારે ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ નથી થઈ શકી. ગઈકાલે રાત્રે પોલીસ અને સુરક્ષા બળના જવાનોએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ બંને તરફથી ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. આ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં સુરક્ષા બળોના વાહનો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં 2 પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા બળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, હાલમાં અથડામણ ચાલી રહી છે.