જહાં ચાહ વહાં રાહઃ શૂન્યમાંથી ૧૨૦૦ કરોડની સંપત્તિનું સર્જન

બેંગલુરુમાં એક નાની દુકાનમાં હેર કટિંગનું કામ કરતા પી. ગોપાલનું માંદગીને કારણે અવસાન થયું. તેમનો પુત્ર રમેશ તે સમયે માત્ર સાત વર્ષનો હતો. આર્થિક રીતે સામાન્ય સ્થિતિમાં ધરાવતા પરિવારમાં પી. ગોપાલ એકમાત્ર કમાનાર હતાં. તેમના અવસાન બાદ પરિવારની આર્થિક સ્થિતિ વધુ બદતર બની. ગુજરાન ચલાવવા માટે પી. ગોપાલના પત્ની લોકોના ઘરે ઘરકામ કરવા માટે જવા લાગ્યાં.

પી.ગોપાલ જે સ્થળે હેરકટીંગનું કામ કરતાં હતાં તે જગ્યા ભાડે લઇ તેમના ભાઈએ હેરકટિંગનું કામ શરુ કર્યું. ભાડા પેટે પી. ગોપાલના પરિવારને પચાસ રૂપિયા આપવામાં આવતાં હતાં. પિતાના અવસાનને કારણે સાત વર્ષની ઉંમરથી જ રમેશના જીવનમાં સંઘર્ષ શરુ થયો હતો. રોજ દિવસ પૂરો થાય ત્યારે એક ટંક ભોજન મળી રહે તો પણ પરિવાર ભગવાનનો આભાર માનતો હતો. માતાને આર્થિક ટેકો કરવા રમેશે તેર વર્ષની ઉંમરમાં ફૂટપાથ ઉપર અખબાર વેચવાનું શરુ કર્યું. અઢાર વર્ષની ઉમર સુધી રમેશે અખબાર વેચવાનું કામ કર્યું. જે બાદ તેમના કાકાને સલૂન માટે જગ્યા આપી હતી તે જગ્યા રમેશે પરત લઇ લીધી. બે કારીગર રાખી રમેશે સલુનનું કામ આગળ ધપાવ્યું.

સલુનમાં નોકરીએ રાખેલા કારીગર કામ ઉપર નિયમિત આવતા નહતાં. તેને કારણે ગ્રાહકોને પરત જવું પડતું અથવા લાંબો સમય તેમનો નંબર આવે તેની રાહ જાેવી પડતી. એક દિવસ સલુનમાં કારીગર આવ્યા નહતંા. રમેશ સલુન ઉપર કારીગરોની રાહ જાેઈ રહ્યાં હતાં ત્યારે એક ગ્રાહકે જીદ કરીને રમેશને વાળ કાપી આપવાનું કહ્યું. રમેશે અગાઉ ક્યારેય સલુનનું કામ કર્યું નહતું જેથી આત્મવિશ્વાસ નહતો. છતાં ગ્રાહકની જીદને વશ થઇને તેમણે હેરકટિંગ કરી આપ્યું. રમેશ દ્વારા કરાયેલું હેરકટિંગ ગ્રાહકને ખૂબ ગમ્યું. રમેશને પણ પોતાના કામ ઉપર આત્મવિશ્વાસ આવ્યો. તેમણે હેર સલુનમાં પોતે કામ કરવાનું શરુ કર્યું. રમેશનું કામ ગ્રાહકોને ખૂબ પસંદ આવવા લાગ્યું. સલુન ઉપર ગ્રાહકોની ભીડ જામવા લાગી. રમેશે બીજા કારીગરો નોકરી ઉપર રાખી સલુનનું કામ વધાર્યું. સલૂનમાંથી થતી આવકમાં રમેશને પૂરો સંતોષ નહતો. વર્ષ ૧૯૯૩માં રમેશે એક મારુતિ ઓમ્ની વાન હપ્તા ઉપર ખરીદી. સલૂનની આવકમાંથી હપ્તા નિયમિત ભરી શકાતાં નહતાં. જેને કારણે રમેશે મારુતિ વાનને વેંચવાનો વિચાર કર્યો. રમેશની માતા જે ઘરમાં કામ કરતાં હતાં ત્યાં જઈનેપોતાની ઓમ્ની વાન ખરીદવા રમેશે ઘરમાલિકને આગ્રહ કર્યો.

રમેશને ઘરમાલિકે સલાહ આપી કે તમે આ મારુતિ વાનને વેંચવાને બદલે ભાડે ફેરવો તો આવક થશે. રમેશે તે પ્રયત્ન કરી જાેવા વિચાર્યું. સલૂન કારિગરોને સોંપી પોતે મારુતિ વાનની ચલાવી છૂટક વર્ધી કરવા લાગ્યાં. તે દરમ્યાન રમેશના ધ્યાન ઉપર આવ્યું કે બેંગલુરૂમાં ગાડી ભાડે મેળવવા માટે ભારે માંગ છે. પરંતુ તેની સામે બહુ ઓછી ગાડીઓ ભાડે મળી રહે છે. રમેશે બીજી એક મારુતિ વાન ખરિદી તેની માટે ડ્રાઈવર રાખ્યો. થોડા સમયમાં બંને ગાડીઓની આવકથી બચત થઇ જેમાંથી રમેશે એક ઈકોનોમી કાર ખરીદી. ગાડીઓ ભાડે આપવાના વ્યવસાયમાં રમેશને ફાવટ આવી ગઈ. તેમણે એક પછી એક ગાડીઓની સંખ્યા વધારી.

આજે રમેશ પાસે ૪૦૦ કાર છે. બેંગલુરુમાં લોકો તેમને રમેશબાબુ તરીકે ઓળખે છે. રમેશબાબુ પાસે ભાડે આપવા ચારસો કારમાંથી ૧૨૦ લકઝરી કાર છે. વિશ્વની તમામ ઓટોમોબાઇલ કંપનીના અલગ અલગ મોડેલની સૌથી વૈભવી કાર રમેશબાબુ પાસેથી ભાડે મળી રહે છે. આજ઼ની તારીખે રમેશબાબુ પાસે ૧૨૦૦ કરોડની સંપત્તિ છે. પરંતુ રમેશબાબુ બેંગલુરુના પોતાના સલુનમાં રોજ ગ્રાહકોના હેરકટિંગ કરતા જાેવા મળે છે. રમેશબાબુનું કહેવું છે કે “સલુનનો ધંધો તેમનો ખાનદાની વ્યવસાય છે. તે વ્યવસાય તમના ડીએનએમાં છે. હેરસલુનના વ્યવસાયને હું ખૂબજ માનથી જાેવું છું કેમકે તેનાથી મારી સાચી ઓળખ છે. તેનાથી જ મારુ અસ્તિત્વ છે..”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution