જગન્નાથ મોસાળથી નિજ મંદિર પરત ફર્યા, ભક્તોએ મંદિર ખાતે મામેરાના દર્શન કર્યા

અમદાવાદ-

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભગવાનના નિજ મંદિર ખાતે આજે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ યજમાનો દ્વારા ભગવાનના વાઘા બનાવમાં આવ્યા હતા. ભગવાનના અમાસ થી લઈ ને ત્રીજ સુધીના ભગવાનના અતિ મનમોહક વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં આજે વાઘા અને આભૂષણો દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. મામેરના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.

ભગવાનની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ભગવાનનું મામેરું પાથરવામાં આવ્યું છે. જેમાં ભગવાનના આભૂષણો અને વસ્ત્રોને દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ 6 યજમાનો દ્વારા આ ભગવાનના વાઘા બનાવામાં આવ્યા છે. જેમાં ભગવાનના અમાસના દિવસના લીલા કલરના વાઘા છે જેના યજમાન અરવિંદભાઇ છે . નિત્રોસ્ત્વ વિધિમાં મરૂન કલરના સોનાવેશના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે જેના યજમાન પ્ર્તાપભાઈ ઠાકોર. અષાઢી બીજ રથયાત્રાના દિવસે ગુજરાતી થીમ બાંધણીના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે જેના યજમાન નિખિલ અને ગણેશભાઈ રાવલ છે. મંગલા આરતીમાં ભગવાન કેસરિયા વાઘા માં શોભશે જેના યજમાન ભુષણ ભટ્ટ છે. તો ભગવાન નગરચર્યા કરી ને આવે ત્યારબાદ તેમણે ત્રીજના દિવસે વાઘા પેરાવામાં આવશે જે વાદળી કલરના વાઘા છે અને જરી કામ ભરતકામ કરેલું છે. જેના યજમાન પરિંદું ભગત છે.

રથયાત્રામાં ભગવાનને વાઘા સાથે અતિ સુંદર ઘરેણાં પણ યજમાનો દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. ભગવાન ને સુંદર શણગાર કરવામાં આવશે. મંદિર તરફથી ભગવાનની રથયાત્રાની તૈયારીઓને આખરીઓપ આપી દેવમાં આવ્યો છે. ભગવાનના મંદિરને શણગારવામાં આવી રહ્યું છે . ભક્તોને દર્શન માટે કોઈ તકલીફના પડે તે માટેની પણ સુવિધા કરવામાં આવી છે. તમામ ગજરાજને શણગાર કરવામાં આવી રહ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution