દિલ્હીમાં ભારતીય ટીમના જાબાંઝોનું ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


નવી દિલ્હી:  ટી-૨૦ વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમ ગુરૂવારે સવારે દિલ્હી પહોંચી ગઈ હતી. દિલ્હી એરપોર્ટની બહાર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમને આવકારવા માટે એરપોર્ટની બહાર હજારો ચાહકો ડ્રમ સાથે ઉમટી પડ્યા હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના 15 બહાદુર ખેલાડીઓ બહાર આવ્યા ત્યારે ચાહકોનો જુસ્સો ચરમસીમાએ હતો. જ્યારે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બસમાં બેઠેલા પ્રશંસકો તરફ જોવા લાગ્યો તો તેની પ્રતિક્રિયા વાયરલ થઈ ગઈ. કોહલીએ પ્રશંસકોને આવકારમાં ઉભેલા જોયા કે તરત જ તેણે આતુરતાથી તાળીઓ પાડવાનું શરૂ કર્યું અને ટીમના અન્ય ખેલાડીઓને પણ તે બતાવવાનું શરૂ કર્યું. ભારતીય ચાહકોના જુસ્સાએ ટીમના તમામ ખેલાડીઓનો થાક ઓછો કર્યો. ટીમના સ્વાગત માટે ચાહકોએ તેમની પીઠ પર ટેટૂ કરાવ્યા હતા. આ પહેલા રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓએ ટ્રોફી અને ટીમ સાથે ફ્લાઈટ લેન્ડ કરતા પહેલા જોરદાર ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભારતીય ટીમના દરેક ખેલાડીએ ખૂબ જ મજા કરી અને ટ્રોફી સાથે ઉજવણી કરતી વખતે યાદોને તાજી કરી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution