જમ્મૂ કાશ્મી-
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મૂ કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. સેનાના આધારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં જદૂરા ગામમાં સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલો સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે શોપિયા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમાં શોપિયાના કિલૂરામાં થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ ઠાર મરાયા હતા.જ્યારે એક આતંકીએ સરેન્ડર કર્યું હતું. ઓપરેશનની માહિતી આપતાં કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે ઠાર મરાયેલા આતંકીમાં સુહૈબ પણ સામેલ છે જે સરપંચ નાસિરની હત્યામાં સામેલ હતા. તેની પાસે સુરક્ષાબળોને 2 એકે-47 રાઈફલ અને 3 પિસ્તોલ મળી હતી.
ઘાટીમાં સતત સુરક્ષાબળની તરફથી સર્ચ ઓપરેશન સતત આતંકીઓને ઠાર કરી રહ્યું છે. આ અઠવાડિયે બારામૂલાના ક્રેરી વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ આતંકીને ઠાર કર્યો હતો.