ITC ગ્રૂપની વિદેશી મુદ્રા આવક 2021માં 29 ટકા વધીને 5,934 કરોડ થઈ 

ન્યૂ દિલ્હી

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં નિકાસમાંથી આઇટીસી જૂથની કુલ વિદેશી મુદ્રા આવક ૨૯.૦૮ ટકા વધીને રૂ. ૫,૯૩૪ કરોડ થઈ છે. ગ્રૂપે પોતાના નવા વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આઇટીસી લિમિટેડ દ્વારા મેળવેલું વિદેશી મુદ્રા ૩૧.૨ ટકા વધીને રૂ. ૪,૬૦૦ કરોડ થયું છે. તેનો મુખ્ય ભાગ કૃષિ ચીજવસ્તુઓની નિકાસનો હતો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપની અને તેની સહાયક કંપનીઓએ વિદેશી મુદ્રા દ્વારા રૂ. ૫,૯૩૪ કરોડની આવક કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦ માં આઇટીસીએ વિદેશી સીધા મુદ્રા દ્વારા ૩,૫૦૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તેની સહાયક કંપનીઓ સહિત કુલ ૪,૫૯૭ કરોડ કમાણી કરી હતી."

આઇટીસીનો વિદેશી મુદ્રા ખર્ચ ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૧,૬૬૪ કરોડ રૂપિયા રહ્યો હતો, એમ અહેવાલમાં જણાવાયું છે. તેમાંથી કંપનીએ રૂ. ૧,૩૬૬ કરોડ મુખ્યત્વે કાચા માલ, ભાગો અને અન્ય માલ પર ખર્ચ કર્યા જ્યારે ૨૯૮ કરોડ રૂપિયાની મૂડી ચીજોની આયાત કરી.

રિપોર્ટ અનુસાર આઇટીસી ગ્રૂપની છેલ્લા દસ વર્ષમાં વિદેશી મુદ્રાની આવક આશરે ૭.૩ અબજ ડોલર રહી છે, જેમાં કૃષિ નિકાસ ૫૬ ટકા જેટલી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution