વર્કઆઉટ કરતા સમયે માસ્ક પહેરવું અત્યંત જોખમી

કોરોનાથી બચવા માસ્ક પહેરવો ફરજિયાત છે, તો ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગો માટે મોર્નિગ વોક કે વર્કઆઉટ જરૂરી છે. પણ માસ્ક સાથે વર્કઆઉટ ન કરવાની ડોક્ટર સલાહ આપે છે. આવા સમયમાં એથલિટ તથા ડાયાબિટીસ અને કાર્ડિયાકના રોગોના દર્દીઓ માટે માસ્ક માથાનો દુખાવો બન્યા છે.

કોરોનાના કપરા કાળનાં માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમના માટે સરકારે કાયદો બનાવ્યો અને માસ્ક ન પહેરેતો દંડની જોગવાઇ કરી છે. જોકે આ કાયદાથી મોર્નિંગ વોકર્સ, ડાયાબિટીસ, કાર્ડિયાકના દર્દી અને એથલિસ્ટ્સ હેરાન થઈ ગયા છે. કેમકે માસ્ક સાથે તેઓ યોગ્ય વર્કઆઉટ કરી શકતા નથી. જો કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવો પડશે, પણ તે માસ્ક પહેરીની કસરત કે વર્ક આઉટ કંઇ રીતે કરવું એ મોટો પડકાર છે. ફેફસાંના નિષ્ણાત ડોક્ટરના કહેવા પ્રમાણે, માસ્ક સાથે વર્કઆઉટ ન જ કરાય.

સામાન્ય સંજોગોમાં જે શ્વાસ લેવાય છે, વર્કઆઉટ સમયે માસ્ક હોવાથી લઇ શકાતો નથી. વર્ક આઉટ સમયે શરીરને ઓક્સિજનની જરૂરિયાત વધારે હોય છે. પણ માસ્ક હોવાથી તે લઇ શકાતો નથી. આના પરિણામે ઘણીવાર અનિચ્છાએ વર્કઆઉટ ટૂંકાવી દેવું પડે છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution