CM અને DYCMના આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેચાણ શક્ય નથી: અમિત ચાવડા

વલસાડ-

રાજ્યસભાની ચૂંટણી સમયે ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વલસાડના જોગવેલમાં પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આડે હાથ લીધા હતા.

કપરાડા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે પ્રચારમાં હાલ સ્ટાર પ્રચારકો પોતાની સભાઓ ગજવી રહ્યા છે. જે પૈકી આજે એટલે કે શુક્રવારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જોગવેલ ખાતે એક સભા સંબોધી હતી. આ સભા બાદ તેમણે પત્રકારો સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, વિજય રૂપાણી ભાઈ અને ભાવની લડાઇ વચ્ચે વ્યસ્ત બન્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. દિન-પ્રતિદિન મહિલાઓ પર દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ બની રહી છે. આ સાથે જ મોંઘવારી પણ કૂદકે અને ભૂસકે વધી રહી છે. સભા સંબોધન કર્યા બાદ પ્રદેશ પ્રમુખે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ગલીએ-ગલીએ દારૂ વેંચાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે જ ગૃહ પ્રધાન છે. જો તેમની મીઠી નજર અને છૂપા આશીર્વાદ ન હોય તો ગુજરાતમાં દારૂનું વેચાણ શક્ય નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution