ઇન્કમટૅક્સ રિટર્નમાં આવકના સ્ત્રોતની સાચી જાણકારી આપવી જરૂરી



ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. ૩૧ જુલાઇ ૨૦૨૪ સુધીમાં ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે, તેના બાદ આઈટીઆર ભરવા પર દંડ લાગશે. જાે કે, ૈં્‌ઇ ભરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો દંડની સાથે સાથે જેલની સજા પણ થઈ શકે છે.ઇન્કમટૅક્સના નિયમ પ્રમાણે જાે તમે ૈં્‌ઇમાં ભૂલ કરો છો અથવા કોઈ પ્રકારની આવકને લગતી માહિતી છુપાવો છો, તો તમને ઇન્કમટૅક્સ દ્વારા નોટિસ મળી શકે છે સાથે જ તમારી ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે. કાર્યવાહીમાં દોષી સાબિત થતાં તમને દંડની સાથે જેલ પણ થઈ શકે છે. એવામાં તમે જાે ૈં્‌ઇ ભરવા જઈ રહ્યા હોય તો આ ભૂલો કરવી નહીં.તમારે તમારી આવકના સ્ત્રોતના આધારે ૈં્‌ઇ ફોર્મ પસંદ કરવાનું રહેશે. ખોટું ૈં્‌ઇ ફોર્મ ભરવા માટે પણ તમને સજા થઈ શકે છે.

ૈં્‌ઇ ફોર્મ ભરતી વખતે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ, રહેઠાણ જેવી વિગતો સાચી ભરવાની રહેશે. અત્યારના સમયમાં બધી આવી બધી જ વિગતો ઇન્કમટૅક્સ વિભાગ પાસે ક્યાંક અને કયાંક દસ્તાવેજના રૂપમાં સેવ રહેલી હોય છે. જેના કારણે એક નાની ભૂલ પણ આગળ મૂશ્કેલીમાં મૂકી શકે છે. ઇન્કમટૅક્સ રિટર્ન ભરતા સમયે પોતાના આવકની સાથે સ્ત્રોતની જાણકારી સાચી આપવાની રહેશે. તમારા પગારની સાથે અન્ય કોઈ સ્ત્રોત જેવા કે વ્યાજ, ભાડા જેવી કોઈ પણ પ્રકારની જાણકારી વિગતે આપવાની રહેશે. તમારી આવક છુપાવી હશે તો તમારે દંડ ભરવો પડશે.જાે તમે કોઈ કંપની ચલાવતા હોય તો તમારે ફોર્મ ૧૬ અથવા ૧૬ છ મુજબ ્‌ડ્ઢજી ની સંપૂર્ણ માહિતી ૈં્‌ઇ ફોર્મમાં આપવાની રહેશે. તમે આ જાણકારી છુપાવો છો, તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.ટેક્સમાં રાહત મેળવવા માટે ઇન્કમટૅક્સના નિયમ ૮૦ઝ્ર, ૮૦ડ્ઢ, ૮૦ય્ અનુસાર તમારા રોકાણ જેવા કે જીૈંઁ, હ્લડ્ઢ, પોલિસી તથા ખર્ચ ૈં્‌ઇમાં જણાવવાનો રહેશે.તમે ક્યાંય એવા સ્થાને રોકાણ કર્યું હોય કે જ્યાંથી વ્યાજ આવી રહ્યું હોય, તેની સંપૂર્ણ અને સાચી જાણકારી આપવાની રહેશે. તમે જાે વ્યાજથી થતાં ફાયદાને છુપાવશો અથવા ખોટી જાણકારી આપશો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.ફોર્મ ૨૬છજી એ તમે જે ટેક્સ ભર્યો હોય અને ્‌ડ્ઢજી જેવી તમામ જાણકારી દર્શાવેલી હોય છે. તેથી ૈં્‌ઇ ભરતા સમયે ફોર્મ ૨૬છજી જાેડવું જરૂરી બને છે.

ઇન્કમટૅક્સ રિટર્ન ભરતી વખતે તમારી આવક, આવકનો સ્ત્રોત, કોઈ રોકાણ, ટેક્સમાં કપાત, ભાડા અને વ્યાજથી થતી આવકના દસ્તાવેજ, રસીદ કે કોઈ પ્રકારનો પુરાવો સાચવીને રાખવો જેથી ભવિષયાં જરૂર પડે ત્યારે આપણી પાસે હાજર હોય.ઇન્કમટૅક્સ દર વર્ષે ૈં્‌ઇ ભરવા માટે એક ડેડલાઈન નક્કી કરે છે. ૈં્‌ઇ ભરતી વખતે ધ્યાન રાખવું તમે છેલ્લી તારીખ પહેલા ૈં્‌ઇ ફાઇલ કરી દેવું, જેથી ફોર્મમાં સમયસર ફેરફાર કરી શકાય.

ૈં્‌ઇ ભર્યા પછી ધ્યાનથી તેને તપાસવી. ધ્યાન રાખવું કે વેરીફાઈ કર્યા વગરની ૈં્‌ઇ અમાન્ય ગણાય છે. ઓનલાઇન ૈં્‌ઇ ફાઇલ કર્યા બાદ સમયમર્યાદામાં રહીને નેટ બેન્કિંગ કે આધાર દ્વારા સહી કરીને ઇન્કમટૅક્સને મોકલ્યા બાદ ડિજિટલી વેરિફાય કરવું જરૂરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution