બાળકને ‘ના’ સાંભળવાની ટેવ પડે તે જરૂરી છે

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ | 

જેમ જેમ બાળકો મોટાં થાય છે, તેમ તેમ તેમની ઈચ્છાઓ અને માંગણીઓમાં વધારો થાય છે. કેટલીક માંગણીઓ ગેરજરૂરી અને બિનઆવશ્યક હોય છે અને અમુક સમયે જરૂરી માંગણી હોય પરંતુ તે બાબત માટેનો સમય યોગ્ય ન હોય તેવું પણ બની શકે. આવા સમયે, માતા-પિતાને ‘ના’ કહેવું પડે છે, અને બાળકો માટે આ ‘ના’ સાંભળવાની ટેવ પાડવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘ના’ સંભળાવવી અને સમજાવવી એ પેરેન્ટિંગનો એક ખુબ મહત્વનો ભાગ છે. ચાલો, જાણીએ કે શું કામ બાળકોને બિનજરૂરી માંગણીઓ માટે ‘ના’ સાંભળવાની ટેવ પાડવી જાેઈએ.

(૧) સ્પષ્ટ ભાષામાં ના કહોઃ

બાળકને ‘ના’ સ્પષ્ટ રીતે કહેવાવી જાેઈએ. ઉદાહરણ તરીકે, જાે બાળક મીઠાઈ ખાવા માગે છે અને તે અત્યારે અયોગ્ય છે, તો તેમને શાંતિથી અને સ્પષ્ટતાથી ‘ના’ કહો. ‘હવે મીઠાઈ નથી’ કે ‘મીઠાઈ વધુ ન ખવાય’ જેવા સ્પષ્ટ સંદેશો આપો. બહાના કાઢી અને બાળકને વાત ભુલાવવા અથવા છેતરવા પ્રયત્ન ન કરો.

(૨) કારણો સમજાવોઃ

બાળકોને ‘ના’ કહેતી વખતે, તેનું કારણ સમજાવવું મહત્વનું છે. જાે તેઓને સમજાશે કે ‘ના’ કહેવાનું કારણ શું છે, તો તે ‘ના’ સ્વીકારી શકશે. પરંતુ જાે કારણ ખોટું કહેશો તો બાળક જીદ કરશે જ. ઉદાહરણ તરીકે, ‘અત્યારે મીઠાઈ ખાવાથી તારી તબિયત બગડી જશે’ જેવા સાચા અને તાર્કિક કારણો આપવા જાેઈએ.

(૩) ર્નિણયમાં અડગ રહોઃ

બાળકોને ‘ના’ કહેતી વખતે, માતા-પિતાએ પોતે લીધેલા ર્નિણય પર અડગ રહેવું જરૂરી છે. જાે માતાપિતામાંથી એક જણ ના કહેશે અને બીજું તેમ કરવા હા પાડશે તો બાળક સંજાેગોનો ફાયદો ઉઠાવતું થઈ જશે. માટે બંને જણા એક જ ર્નિણય પર અડગ રહો. આવા અડગ ર્નિણયોથી બાળકોને સમજાશે કે ‘ના’ એટલે ના જ અને બાળકે તે સ્વીકારવું જ પડશે. આવા સમયે બાળક રડે કે કોઇપણ બીજા ંટ્ઠહંિેદ્બ કરે માતાપિતાએ પોતાનો ર્નિણય ન જ બદલવો જાેઈએ. જાે એક વાર આવા કારણોસર માતાપિતામાંથી કોઇ ર્નિણય બદલશે તો બાળક હંમેશા ના સાંભળીને તેવું જ વર્તન કરશે.

‘ના’ કહેતી વખતે દૃઢતા અને પ્રેમ બંને રાખો. કઠિનતાથી ‘ના’ કહેવું કિશોરવયના બાળકોને દુઃખ પહોંચાડી શકે છે અથવા બાળક ઇગો પર લઇ લે અને માતાપિતા ને નફરત કરવા લાગે તેવું થઈ શકે છે. માટે, પ્રેમથી ‘ના’ કહેશો તો તેઓ તે સ્વિકારી શકશે. ઉદાહરણ તરીકે, ‘મને ખબર છે કે તને આ વસ્તુ ખૂબ ગમતી છે, પરંતુ અત્યારે તે શક્ય નથી.’

(૪) વિકલ્પો આપોઃ

કેટલીક વખત, ‘ના’ કહેતા સમયે, વિકલ્પો આપો. ઉદાહરણ તરીકે, જાે બાળક ચોકલેટ માગે છે અને તમે ‘ના’ કહો છો, તો તેના બદલે ફળ ખાવાનું સૂચન કરો. આ રીતે, તેમને એમ લાગશે કે તેમનાં પસંદગીઓનું સન્માન થાય છે અને તેઓ ‘ના’ સ્વીકારી શકશે.

(૫) સમય અને સંજાેગોઃ

અમુક ઉંમર પછી વધુ માણસોની સામે બાળકને ના કહીએ તો તેમને ન ગમે અને તે દુઃખી થઈ શકે માટે બને ત્યાં સુધી બાળકને બીજા સામે અપમાન થાય તેમ ના ન કહો પરંતુ તેનો મતલબ તેમની ઈચ્છા પ્રમાણે કરવા દેવું તેમ પણ નથી જ.

(૬) નિયમો અને મર્યાદાઃ

બાળકોને પહેલેથી જ નિયમો અને મર્યાદાઓની સમજ આપો. જ્યારે તેઓ નિયમો અને મર્યાદાઓ જાણે છે, ત્યારે ‘ના’ સાંભળવી વધુ સરળ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, સ્ક્રીન ટાઈમના નિયમો, ખાવાના નિયમો, વગેરે. જ્યાં સુધી બાળકોને કયા કેવો વહેવાર કરવો એ ખ્યાલ ન હોય ત્યાં સુધી બાળકને કોઈપણ જગ્યા એ લઇ જાવ એ પહેલા થોડા માનસિક તૈયાર કરો કે ત્યાં આવા અને આ લોકો હશે એટલે તેમની સામે મજાક મસ્તી આ હદમાં રહીને જ કરવાની તો બીજા સામે બાળકોને ટોકવા નહીં પડે.

(૭) પ્રશંસા અને પ્રોત્સાહનઃ

જરૂરી સમયે તેમની પ્રશંસા કરો અને પ્રોત્સાહન આપો. ઉદાહરણ તરીકે, ‘સારું થયું તે આ વાત માની જાે તેનાથી તને ફાયદો થયો અને અમને તારી ચિંતા ન થઈ એટલે અમે પણ ઘણી હળવાશ અનુભવી’

બાળકોને ‘ના’ સાંભળવાની ટેવ પાડવી એ માત્ર બાળકોના વર્તનને નિયંત્રિત કરવા માટે જ નહીં, પરંતુ તેમને જીવનમાં મર્યાદા, શિસ્ત, અને સંવેદનશીલતા શીખવવા માટે પણ જરૂરી છે. ‘ના’ શબ્દને પોઝિટિવ રીતે બાળકોને સમજાવી, માતા-પિતા એક સંતુલિત વ્યક્તિત્વના વિકાસ માટે માર્ગદર્શક બની શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution